________________
* મહાવ્રતો पतितव्यं जनैः सर्वैः, प्रायः कालानुभावतः । पापो मत्सरहेतुस्तन्निर्मितोऽसौ सतामपि । બધા લોકો આ પંચમકાળના પ્રભાવથી જ પતન પામી જવાના છે. એટલે એ બધાને પાડવા માટે કોઈ મહેનત મોહરાજે કરવાની નથી. વિષમકાળ જ એ કામ પતાવી દે છે. પરંતુ પાંચમા કાળની અસર કેટલાક સજ્જનોને ન થાય. તેઓ પંચમકાળથી પતન ન પામે, તો એવા ભડવીર સજ્જનોને પતન પમાડવા શું કરવું ? મોહરાજે એ સજ્જનોને પણ પતન પમાડી દે, એવું એક ભયાનક શસ્ત્ર બનાવ્યું છે. જે ઈર્ષ્યા-ક્રોધાદિને ઉત્પન્ન કરનાર છે. એ શસ્ત્રનું નામ છે કદાગ્રહ ! દૃષ્ટિરાગ ! સ્વમતરાગ !
જો બીજુ મહાવ્રત અખંડિત પાળવું હોય તો આ કદાગ્રહને વહેલી તકે છોડી દેવો. “બીજા પણ સાચા હોઈ શકે છે.” એ વિચાર અપનાવવો. બીજાની વાતોને પણ
સાંભળવાની, સમજવાની, સાચી લાગે તો સ્વીકારવાની, ખોટી લાગે તો યુક્તિપૂર્વક છતાં શાંતિથી પ્રતીકાર કરવાની તૈયારી રાખવી જ રહી.
જો આવું નહિ બને તો ઉત્સૂત્રપ્રરૂપણા રૂપી ભયંકરમાં ભયંકર મૃષાવાદનો ભોગ આપણો જીવ બનશે. મહાવ્રત તો જશે જ, પણ ગાઢ મિથ્યાત્વ લમણે ઝીંકાશે, અને અનંત દુર્ગતિઓનું ઝેરી ભાથું આપણા આત્મામાં ભેગું થશે.
આ કદાગ્રહની, ઉત્સૂત્રપ્રરૂપણાની ભયંકરતા ઘણી છે, માટે જ અધ્યાત્મસારના આ અંગેના મહત્ત્વના શ્લોકો અને એનો ભાવાર્થ અત્રે લઉં છું.
(૧) મિથ્યાત્વતાવાનતનીરવાહ... કદાગ્રહત્યાગ એ મિથ્યાત્વ-આગને ઠારનાર વાદળ છે, માટે વિશુદ્ધભાવવાળા અને શ્રુતસારને પામેલા પ્રાજ્ઞપુરુષોએ એ કદાગ્રહત્યાગમાં જ રિત કરવી જોઈએ.
(૨) અસાદાગ્નિ... જો મનમાં કદાગ્રહનો અગ્નિ ભડભડ બળતો હોય, તો ત્યાં તત્ત્વનો બોધ ન થાય. તો પછી પ્રશમભાવાદિ તો ભૂલી જ જાઓ.
(૩) અધીત્વ... કેટલાકો થોડુંક ભણીને, થોડુંક સાંભળીને કદાગ્રહી બનીને જાતને પંડિત માનતા થઈ જાય છે. તેઓ જિનશાસનના પરમાર્થને પામી શકતા નથી.
(૪) તવાત્રે... કદાગ્રહીઓ - સ્વમતરાગીઓ કુતર્કો વડે તત્ત્વને કાપે.
(૫) વ્રતાનિ ચીિિન... નિદ્ભવોએ મહાવ્રતો સારામાં સારા પાળ્યા, ઘોર તપ આચર્યો, ખૂબ જ યત્નપૂર્વક નિર્દોષગોચરી સાધી. છતાં ફલ કંઈ ન મળ્યું, એ બધો જ અપરાધ કદાગ્રહનો જ - સ્વમતરાગનો જ છે.
(૬) સ્વાતં... પોતાની પાસે બુદ્ધિ રૂપી થાળ હોય, સદ્ગુરુ એમાં સુંદર તત્ત્વો રૂપી લાડવા પીરસી પણ દે, પણ કદાગ્રહ એવું ગળું પકડી રાખે કે બિચારો જીવ તત્ત્વલાડવાને ખાઈ જ ન શકે. અર્થાત્ સદ્ગુરુઓ ગમે એટલું સમજાવે, ગમે એટલા શાસ્ત્રપાઠો આપે,
૧૮૪૪