________________
મહાવ્રતો ભાગીને એ સંતાન દીક્ષા લે અને સાધુઓ આપે તો એ શાસ્ત્રીય માર્ગ જ છે. એમાં લેશ પણ દોષ નથી.
એમ ઉત્સૂત્રપ્રરૂપકાદિઓ જો રજા આપે, તો એમના મુમુક્ષુને, શિષ્યને એમની જાળમાંથી છોડાવીને સાધુઓ પોતાનો શિષ્ય બનાવે, પોતાની પાસે રાખે, પણ ઉત્સૂત્રપ્રરૂપકાદિઓ કોઈપણ હિસાબે રજા ન જ આપે, તો છેવટે એ મુમુક્ષુને-શિષ્યને સાચી વાત સમજાવીને એમની પાસેથી છોડાવવામાં આવે તો એમાં સાધુઓ લેશ પણ દોષના ભાગીદાર બનતા નથી જ.
પણ જે આ વાત ના સમજે અને આને ચોરી સમજીને ઉંધો માર્ગ અપનાવે, એ મુમુક્ષુઓને-શિષ્યોને એ સ્થાનથી ન છોડાવે, તેઓ સામેથી છુટવા આવે તો પણ ના પાડી દે... તો એ ઉન્માર્ગ-ઉત્સર્ગ બની જાય છે.
(ઘ) ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક અદત્તનું ગ્રહણ કરે એ નિરતિચાર-અપવાદ છે, જે પૂર્વે દર્શાવેલા છે
(ચ) મંદકારણ હોય, યતનાપૂર્વક હોય, અદત્તાદાન કરે. અથવા પુષ્ટકા૨ણે પણ થોડીક અયતનાપૂર્વક અદત્તાદાન કરે તો એ સાતિચાર અપવાદ. દા.ત. મા-બાપે દીક્ષાની ઘસીને ના પાડી, તો પહેલા જ્યોતિષીની આગાહી... વગેરે યતનાઓ સેવવાની હોય, પછી પણ ન માને તો ભગાડીને દીક્ષા આપવાની હોય. પણ મુમુક્ષુના મા-બાપની સખત ના જોઈને, યતના છોડી સીધી જ ભગાડીને દીક્ષા આપી દે તો એ સાતિચાર અપવાદ છે. એના મનમાં મલિન ભાવ નથી. છતાં યતના તો પાળવી જ જોઈએ.
આવું દરેક બાબતોમાં સમજવું. દોષ સેવવો જ પડે છે, તો ઓછામાં ઓછા દોષમાં પતાવવાનો સખત પુરૂષાર્થ જોઈએ જ.
(છ) શિષ્યની આસક્તિથી પ્રેરાઈને મા-બાપની રજાની પરવા કર્યા વિના દીક્ષા આપી દેવી. યશ-કીર્તિ મેળવવા માટે ગુરુને પૂછ્યા વિના સ્વચ્છંદ બનીને વ્યાખ્યાનો કરવા, શિષ્યો કરવા, પુસ્તકો છપાવવા... ભોજનાસક્તિથી પ્રેરાઈને સચિત્ત - અભક્ષ્ય ખાવામાં પણ સંકોચ ન રાખવો... આ બધા ઉન્માર્ગ-અપવાદના સ્વરૂપો છે.
પાછી પેલી વાત યાદ કરવી કે
નિરતિચાર : નિરતિચાર ઉત્સર્ગ સેવનારાઓ એના દ્વારા મળતી પ્રશંસાદિમાં લપેટાઈ જાય તો ધીરે ધીરે ઉન્માર્ગ-ઉત્સર્ગ સેવવા લાગે. અપવાદનું સેવન એમના માટે શક્ય ન બને. “જો હું અપવાદ સેવીશ, તો મારી નિંદા થશે...” એ મિથ્યા ભયો એમને પુષ્ટાલંબનમાં પણ અપવાદનું સેવન ન કરવા દે.
અપવાદમાર્ગ મોક્ષમાર્ગ હોવા છતાં પણ એના જો ખોટા સંસ્કાર પડી જાય તો એ
૨૧૮ * * *