________________
મહાવ્રતો
પ્રશ્ન ઃ ચોથા મહાવ્રત સંબંધમાં તમે ક્યાંય પ્રમાદ શબ્દનો ઉલ્લેખ કેમ નથી કર્યો?
ઉત્તર ઃ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ એ રાગદ્વેષાદિ પ્રમાદથી પણ થાય અને એના વિના પણ થાય. એટલે ત્યાં પ્રમાદ શબ્દનો ઉલ્લેખ જરુરી હતો. પણ અબ્રહ્મસેવન તો રાગ વિના શક્ય નથી, એટલે બધું જ અબ્રહ્મસેવન પ્રમાદથી જ હોય છે, માટે પ્રમાદ શબ્દનો ઉલ્લેખ કરવાની જરુર નથી. આ વાત પૂર્વે જણાવી જ દીધી છે.
પ્રશ્ન : સાધુઓ તો માત્ર તીર્આલોકમાં જ છે, તો એમને ઉર્ધ્વ-અધો-તિર્છા... એ ત્રણેય લોકમાં અબ્રહ્મસેવન શક્ય જ નથી, તો માત્ર તીર્હાલોકના અબ્રહ્મની જ બાધા લેવાની હોય ને ? જે અશક્ય છે, એની બાધા શું ?
ઉત્તર : તમારી વાત બરાબર નથી.
(૧) પશ્ચિમમહાવિદેહનો અમુક ભાગ અધોલોકમાં છે, અને એમાં સાધુઓ છે. વળી ભરતક્ષેત્રના સાધુઓ પણ જંઘાદિ લબ્ધિના બળે જ્યારે આકાશમાં ઉડી નવસો યોજનથી ઉપર જાય, ત્યારે તેઓ ઉર્ધ્વલોકમાં જ પહોંચી જાય છે. ત્યાં દેવીઓવિદ્યાધરીઓ વગેરે હોઈ જ શકે છે. આમ સાધુઓ ત્રણેય લોકમાં હોઈ શકે છે, એટલે એમને ત્રણેય લોક સંબંધી સ્ત્રીઓ સાથે અબ્રહ્મસેવનનો સંભવ તો છે જ, એટલે જ એની બાધા લેવી જરુરી છે.
(૨) ભલેને સાધુ અહીં તીફ્ળલોકમાં હોય, પણ ઉર્ધ્વલોકની દેવીઓ અને અધોલોકની દેવીઓ અહીં આવી શકે છે. એ દેવીઓ સાધુ પર રાગવાળી બને કે સાધુ એમના પર રાગવાળો બને... એ રીતે તીર્આલોકમાં રહીને પણ ત્રણેય લોકની સ્ત્રીઓ સાથે અબ્રહ્મસેવન સંભવિત જ છે. એટલે એની પ્રતિજ્ઞા યોગ્ય જ છે.
(૩) માનો કે સાધુ ઉર્ધ્વલોકમાં કે અધોલોકમાં ન જાય, કે ઉર્ધ્વલોકની અને અધોલોકની સ્ત્રીઓ અહીં ન આવે... તો પણ સાધુ ઉર્ધ્વલોકની દેવીઓ સંબંધી અને અધોલોકની દેવીઓ સંબંધી વાતો જાણીને-સાંભળીને એમના પ્રત્યે રાગવાળો - વિકારવાળો બની શકે ને ? માટે જ તો તે તે દેવીઓને મેળવવા માટે નિયાણા પણ સંભવિત છે જ ને ? એટલે ભાવ મૈથુન તો ત્રણેય લોકની દેવીઓ સાથે શક્ય છે, માટે એની બાધા યોગ્ય જ છે.
પ્રશ્ન : મૈથુન તો રાગ ભાવથી જ થાય. એ કંઈ દ્વેષથી ન થાય. તો આ સૂત્રમાં કેમ આ પ્રમાણે લખ્યું છે કે “મૈથુન રાગથી કે દ્વેષથી થાય...’
ઉત્તર : મૈથુનસેવન વખતે રાગ હોય, એ વાત સાચી. પણ એની પાછળ દ્વેષભાવ પણ હોઈ શકે ખરો. દા.ત. કોઈક પુરુષને કોઈક સ્ત્રી પર ભયંકર દ્વેષ હોય, એ દ્વેષથી પ્રેરાઈને પુરુષ વિચારે કે “હું આને ભ્રષ્ટ કરું. એના સતીત્વના અહંકારને ભાંગી નાંખુ” અને એ રીતે
૨૬૬