________________
જલ------------ બ્રો..વિત...વાતો ...ભાવો . ------------- હોય છે. માટે તેનો દરેક દરેકમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે.
આ વાત વિસ્તારથી સમજીએ.
(૧) દ્રવ્યની પ્રધાનતાએ ભાવહિંસા એક શિષ્યને પોતાના ગુરુ ઉપર ભયંકર ક્રોધ જાગ્યો. “એ મારી રાબ પી ગયા, હું એમની દાઢ તોડી નાંખીશ..” આ ગુસ્સો ગુરુ ઉપર અને એ કરતા પણ ગુરુની દાઢ ઉપર હતો. છેવટે મરેલા ગુરુની પણ દાઢ તોડી નાંખીને જ એને સંતોષ થયો. આમ આમાં જે ભાવહિંસા છે, તે મુખ્યત્વે ગુરુ કે ગુરુની દાઢ નામના દ્રવ્યના આધારે છે.
એક બ્રાહ્મણીને પોતાના સગા દીકરા ઉપર જ પૂર્વભવના વેરને કારણે સખત દ્વેષ ! એને જયાં જૂએ, જ્યારે જૂએ ત્યારે મારે.
સંયમીને પણ અમુક વ્યક્તિ પ્રત્યે એવો દ્વેષભાવ પ્રગટે.... તો એ તે દ્રવ્યની પ્રધાનતાએ ભાવહિંસા ગણાય.
(૨) ક્ષેત્રની પ્રધાનતાએ ભાવહિંસા: ગધેડો આખા ગામમાં ફરે તોય ખેડુતને કોઈ વાંધો નથી. પણ એ ગધેડો ખેતરમાં ઘૂસીને પાક બગાડે તો ખેડુત એને મારે. એ ગધેડો બીજાનો પાક બગાડે, તો વાંધો નહિ, પણ અહીં તો એ પોતાનું ખેતર, એમાં રહેલા પાકને બગાડે છે. એટલે ખેડતને એ ગધેડા ઉપર ભાવહિંસાનો અધ્યવસાય પ્રગટે છે.
પાકિસ્તાનીઓ પાકિસ્તાનની સરહદમાં રહીને ગમે તે કરે, એનો કોઈ જ વાંધો ભારતીય સૈનિકો લેવાના નથી. પણ જો તેઓ ભારતની સરહદમાં ઘૂસે, તો તરત ગોળી મારી શૂટ કરી દેવામાં આવે.
કુતરો કે સાપ કે ભૂંડ કે ઉંદરડા કે બિલાડી ઉપાશ્રયની બહાર ભલે ને ગમે ત્યાં ફરે, ગમે ત્યાં વિષ્ઠા કરે... સંયમીને એનો કોઈ વાંધો હોતો નથી. પણ કુતરો, ભૂંડ, ઉંદર ઉપાશ્રયમાં ઘૂસે, અને સંયમીને વિચાર આવે કે “આ ક્યાં અંદર ઘુસી ગયો. એને ગમે તે રીતે બહાર કાઢું...” તો એ ભાવહિંસા જ છે ને ? રે ! કુતરો વગેરે પશુઓ જો સંયમીની જગ્યાથી દૂર હોય તો હજી એને વાંધો ન હોય, પણ સંયમીની જગ્યાની નજીકમાં જ આવે, ત્યાં જ બેસી જાય તો સંયમીને એના તરફ દ્વેષ પ્રગટી શકે. “આ મારી ઉપધિ બગાડશે, મને કરડી ખાશે, ઉપાશ્રય બગાડશે...” વગેરે વગેરે વિચારોના લીધે એને ગમે તે રીતે ભગાડવાની ઈચ્છા થાય તો આ પણ ભાવહિંસા જ છે ને ? (હા ! સંયમરક્ષાના ખરા ભાવથી તિર્યંચને બહાર કાઢે તો દોષ નથી. પણ ઉપધિ-ઉપાશ્રયશરીર પ્રત્યેના મમત્વભાવથી પ્રેરાઈને જો સંયમી આ બધું કરે કે તે તે પશુઓ પ્રત્યેના સાહજિક અણગમાથી જ પ્રેરાઈને સંયમી આ કરે તો તો એને ભાવહિંસાદોષ લાગવાનો જ.)