________________
જા
જા જા
જા મહાવતો
જા
જા
જ
ઉપાધ્યાયજીએ કહ્યું છે કે ૩પવાર તથાથમીષ્ઠ તી નિશ્રયા ઉપચારથી અગીતાર્થ સાધુ પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળો ગણાય, જો એ ગીતાર્થની આજ્ઞામાં – નિશ્રામાં બરાબર વર્તતો હોય..
વળી તમે જ કહો કે
જે માણસ મહીને-મહીને એકાદ ખૂન કરતો હોય, ઘરે મા-બાપ વગેરેને મારતો હોય, કીડી-મંકોડાને પગ નીચે છૂંદી નાંખતો હોય... તો તમે એને શું કહેશો ? નિપુર, ઘાતકી, હિંસક જ કહેશો ને ? તો આ તો દ્રવ્યહિંસાના આધારે ભાવહિંસાની જ તમે કલ્પના કરી ને ?
જે માણસ વાતે વાતે જૂઠ બોલે, જૂઠ લખે, બોલે કંઈ અને કરે કંઈ... એને તમે કપટી-મૃષાવાદી જ કહેશો ને?
જે માણસ તિજોરીઓ તોડીને પૈસા ચોરતો પકડાય, કોઈકનું પાકીટ ચોરતો પકડાય, સ્મગલીંગ કરતા પકડાય... તો તમે એને ચોર જ કહેશો ને ?
જે માણસને તમે અબ્રહ્મ સેવતા જોયો નથી, છતાં જેને વેશ્યાવાડે જતો જોયો છે, જેના થેલાદિમાં બિભત્સ ફોટાઓ અને લખાણો જોયા છે, જેને રૂપવાન સ્ત્રીઓ તરફ ધારી ધારીને જોતો જોયો છે, જેના મોઢેથી ખરાબ શબ્દો બોલતા તમે સાંભળ્યા છે... એ માણસને તમે અબ્રહ્મચારી જ માનશો ને? “ના, ના. એ બ્રહ્મચારી પણ હોઈ શકે” એવું માની શકશો ખરા ?
જે માણસ ક્યાંય પૈસો પણ ન ખરચે, સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી ધંધા માટે દોડાદોડ કરે, કરોડો રૂપિયાના ફલેટમાં, આલિશાન ફર્નિચરમાં જ જે મસ્ત દેખાય, વીંટી-એન-કડું વગેરે સુવર્ણના આભૂષણો જે સતત પહેરીને ફરે... આવા માણસને શું તમે નિઃસ્પૃહ માની શકશો ? એને લાલચ-પરિગ્રહી જ કહેશો ને ?
આના ઉપરથી સ્પષ્ટ રીતે એ વાત નક્કી થાય છે કે પરિણતિની જ વાતો કરનારાઓ, પ્રવૃત્તિને તદન તુચ્છ માનનારાઓ પણ પોતાના જીવનમાં તો બધે જ ખરાબપ્રવૃત્તિને આધારે ખરાબ પરિણતિનું જ અનુમાન કરી લેતા હોય છે, તો એમણે એ પણ સમજી લેવું જોઈએ કે જો એમનામાં પણ ખરાબ પ્રવૃત્તિ ચાલુ હોય તો એમને ખરાબપરિણતિ જ હોવાની ને ? “પ્રવૃત્તિ ઉધી છતાં પરિણતિ સીધી” આવું જો તેઓ બીજામાં નથી માનતા, તો પોતાનામાં શી રીતે માની શકે ?
ખૂબ ખૂબ ખૂબ શાંતચિત્તે આ પદાર્થ વિચારવો. પ્રશ્ન : હિંસા વગેરે બધામાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળને ઘુસાડવાની શી જરૂર ? "
ઉત્તર : ઘણીવાર દ્રવ્ય,ક્ષેત્ર, કાળને આધારે જ તે તે હિંસાના ભાવો તીવ્ર બનેલા - - - - - - - - - - - ૨૭૦ - - - - - - - - - - - - - -