________________
-------------૦૯ બ્ર.વિતાનો ...ભાવ ... -------------- છતાં આપણે એમને ના ન પાડીએ, બધું ચલાવી લઈએ. “એમાં કંઈ જ વાંધો નહિ. આવું બધું તો ચાલ્યા જ કરે...” એમ વિચારીએ.
ટુંકમાં કોઈ પોતાની મેળે સ્વામી-અદત્ત વગેરે ચાર પ્રકારની ચોરી કરે, એ ચોરીથી આવેલી વસ્તુ આપણે વાપરીએ, શક્તિ હોવા છતાં એ ચોરીનો નિષેધ ન કરીએ તો એ બધી ચોરીની અનુમોદનાનો દોષ લાગે.
ચતુર્થ મહાવ્રત :
કરાવણ ? આપણા સ્વજનોમાં કોઈક છોકરો ધર્મિષ્ઠ છોકરીની શોધ કરતો હોય, આપણને એવી ધર્મિષ્ઠ છોકરીનો ખ્યાલ હોય, એટલે એ છોકરાને કે એના મા-બાપને સીધી કે આડકતરી પ્રેરણા કરીએ કે “જુઓ, ધર્મિષ્ઠ છોકરી ઘરે આવશે તો ઘરમાં સ્વર્ગ ઉતરશે. અમુક અમુક છોકરી ધર્મિષ્ઠ છે. તમે ત્યાં તપાસ કરો.”
એમ કોઈ ધર્મિષ્ઠ છોકરીને દીક્ષાની ઈચ્છા ન હોય, પણ ધર્મિષ્ઠ યુવાન સાથે જ લગ્ન કરવાની ઈચ્છા હોય, એવા યુવાનોનો આપણને ખ્યાલ હોય અને આપણે એ છોકરીને કે એના મા-બાપને તેવા યુવાનો દર્શાવીએ... (ધર્મના નામે પણ આ રીતે કોઈકના સંસાર મંડાવી આપવા એ સાધુ માટે યોગ્ય ખરું? કમ સે કમ અગીતાર્થ સાધુઓ માટે તો આ બધું ભયંકર દોષરૂપ બની રહે છે...)
જ્યાં ઉપાશ્રય સંસક્ત હોય, જ્યાં બ્રહ્મચર્યપાલનમાં ગરબડો થવાની સંભાવના હોય... આ બધું જાણવા છતાં ગુરુ એવા સ્થાનમાં શિષ્યાદિને ચોમાસાદિ માટે મોકલે. એમના બ્રહ્મચર્યની રક્ષાનો વિચાર ન કરે... તો એમાં પણ પરમાર્થથી તો એ મૈથુનકરાવણ દોષ રૂપ જ બની જાય છે.
શિષ્યો વિજાતીય પરિચય કરે, નિષ્કારણ વિગઈઓ વાપરે... આ બધું થવા છતાં ગુરુ એ બધું જોવા-જાણવા છતાં પણ એ બધાની ઉપેક્ષા કરે.. શક્તિ હોવા છતાં એનો નિષેધ ન કરે. (કેમકે પોતે જ કદાચ એ દોષો સેવનારા હોય... અથવા તો એ શિષ્યો પાસેથી તુચ્છ સ્વાર્થ સાધવાની ઈચ્છાથી પણ ગુરુ આ બધું ચલાવી લે...) ૯
વ્યાખ્યાનમાં કે ખાનગી મુલાકાતમાં એવી એવી વાતો કરવી કે જેનાથી શ્રોતાના મનમાં વિકારભાવ જાગ્રત થાય, શ્રોતા ખરાબ વિચારમાં ચડી જાય. તો અહીં પણ મૈથુનકરાવણનો દોષ લાગે. જો કે વક્તાના ભાવ એવા ન પણ હોય કે “મારે બધાને વિકારી બનાવી દેવા છે’ પણ વક્તાને એ ખ્યાલ હોવો જ જોઈએ કે “હું જે બોલું છું. એ સારા આશયથી બોલતો હોઉં તો પણ જો શ્રોતાને એનાથી વિકારો જાગતા હોય... તો મારે એ ન બોલવું જોઈએ.” પણ વક્તા આ બધો ઉપયોગ ન આપે, અને જગતમાં ચાલતા વ્યભિચારો, બલાત્કારાદિના પ્રસંગોનું સૂક્ષ્મતાથી વર્ણન કરે તો શ્રોતાઓના મન આ બધું સાંભળીને વાસનાગ્રસ્ત પણ બની જાય. વક્તાને એ બધા દોષ લાગે.. જ નાના નાના-નાના---------- ૨૮૯ ૪-૪ ના --------------------