________________
જજ જ જતા જ ના હજ જ કરી મહાવતો કે જે એક જ જજે જલ - - - - -
- સાધુ વિભૂષા કરે, એકદમ ચોખ્ખા વસ્ત્રો પહેરે, આકર્ષક ચશ્મા પહેરે, કદાચ મોટું પણ ધૂએ... “પોતાની આ વિભૂષા લોકોને વિકાર જગાડનારી બની શકે છે. આ જાણ હોવા છતાં સાધુ આ બધું જ કરે, વ્યાખ્યાનાદિમાં પણ એવા હાવ-ભાવ કરે કે જેથી સ્ત્રીઓને આકર્ષણ પ્રગટે... જો આવું કરે અને એના કારણે સ્ત્રીઓમાં વિકાર જાગે, સાધુ પ્રત્યે રાગ જાગે તો સાધુને આ ભાવમૈથુન કરાવવાનો દોષ ચોક્કસ લાગે.
ટુંકમાં વિભૂષાપ્રિય સાધુ સ્વયં અબ્રહ્મ ન સેવે, સ્વયં કદાચ વિકારરહિત હોય, તો પણ એ વાસનાઓ ઉત્પન્ન કરાવવા દ્વારા ચોથા વ્રત સંબંધી પોતાની પ્રતિજ્ઞાનો લોપ કરે છે.
અનુમોદન : “રૂપાળા છોકરા-છોકરી પતિ-પત્ની બન્યા હોય, એ ઉપાશ્રયાદિમાં વિંદનાદિ માટે આવે, એમને જોઈને વિચાર આવે કે આ બેની જોડી સારી છે... તો એ એમના અબ્રહ્મ સુધીના પાપની અનુમોદનાનો દોષ લાગે.”
આપણા સંસારી સ્વજનોમાં કોઈ છોકરા કે છોકરીના લગ્ન થતા ન હોય, અને મા-બાપ વગેરેની ઘણી મહેનત બાદ એમના લગ્ન ગોઠવાય, સારો સંગાથી બને... એ બધી વાતની ખબર આપણને પડે. ત્યારે આપણને મનમાં ઉંડે ઉડે પણ ટાઢક વળે કે “ચાલો, સારું થયું એ બિચારો (બિચારી) દુઃખી હતો, પણ હવે એનું ઠેકાણું પડી ગયું.”
સ્વજનો આવીને ફરિયાદ કરે કે “સાહેબ ! આ છોકરાનું | છોકરીનું ઠેકાણું પડતું નથી. અમે તો મહેનત કરી કરીને થાકી ગયા...” એ વખતે આપણને દુઃખ થાય. “હવે આનું ગોઠવાઈ જાય, તો સારું.” કદાચ અણસમજના કારણે કોઈક સાધુ ભગવાન પાસે પ્રાર્થના પણ કરી બેસે કે “ભગવાન ! એ છોકરાનું | છોકરીનું ઠેકાણું પાડી આપજે...”
આપણા સ્વજનો કે બીજાઓ ફરિયાદ કરવા આવે કે “સાહેબ! દીકરાને એની વહુ સાથે બનતું નથી. બંનેનો સ્વભાવ વિરોધી છે. વહુ પિયરમાં ચાલી ગઈ છે. તલાકની વાતો ચાલે છે... શું બનશે ? કંઈ ખબર નથી પડતી...” આ બધું સાંભળીને આપણને વિચાર આવે કે “અરેરે ! બિચારાનો હર્યો ભર્યો સંસાર નંદવાઈ જશે.”
વાસનાગ્રસ્ત કોઈ સાધુને વિચાર આવે કે “આ ભવમાં તો હવે સંસારના સુખો મળવાના નથી. પણ આવતા ભવમાં દેવલોકમાં જઈશ, તો ત્યાં બધું મને મળશે.” આ વિચારોના કારણે જ જ્યારે શાસ્ત્રોમાં દેવ-દેવીના ભોગસુખો વગેરેની વાતો વાંચવામાં આવે, ત્યારે એને એ બધું ગમે. શ્રીપાલ આઠ કન્યાઓને પરણ્યો, ચક્રવર્તીને ૬૪ હજાર સ્ત્રીઓ હોય... આ બધું સાંભળે ત્યારે એને વિચાર આવે કે “તે બધા કેવા સુખી હશે. કેવા મસ્ત હશે. રાજકુમારીઓ, દેવી જેવી કન્યાઓ એમને મળી...” આ બધું જ અબ્રહ્મની અનુમોદના રૂપ બની રહે.