________________
~ઓ..વૃિતઓ...ાલો...માવો...
પંચમ મહાવ્રત
કરાવણ ઃ ગૃહસ્થોની કુંડળી જોઈ આપી એમને નોકરી-ધંધા અંગેનું માર્ગદર્શન આપવું. “તમારા ગ્રહો જોરદાર છે. ધંધામાં જોખમ પડશે તો પણ વાંધો નહિ આવે. કમાણી જ થશે.” એમ કહેવું.
“તમારા ગ્રહો ધંધા માટેના નથી, તમે નોકરી કરશો તો ફાવશો...” વગેરે માર્ગદર્શન આપવું એ પણ પરિગ્રહનું કરાવણ કહેવાય.
“જુઓ ટ્રસ્ટીઓ ! તમારે તમારા ટ્રસ્ટમાંથી કોઈને પણ પૈસા આપવા નહિ. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે કોઈપણ દ્રવ્ય કોઈને ન આપવું. હું જે કહું એ પ્રમાણે કરવું...' આ રીતે ટ્રસ્ટીઓને ધર્મદ્રવ્ય ભેગું કરવાનું કહેવું. યોગ્ય સ્થાને પણ વાપરવાની ના પાડવી.
“આ કાળમાં અમુક વસ્તુઓ તો રાખવી જ પડે, ન રાખો તો સાધુજીવનમાં પણ જીવવું ભારે પડી જાય. એટલે તમારે બે-ત્રણ કામળી શિયાળા માટે રાખવી. દવાઓ પણ વધારે રાખવી. વૈયાવચ્ચની જે આવક થાય, એ તમારે તમારા અંગત શ્રાવકો પાસે ભેગી કરાવી દેવી. ભવિષ્યમાં કામ આવશે.” આ બધી શિખામણો આપીને બીજા સાધુઓને પરિગ્રહ કરાવવાની પ્રવૃત્તિ કરાવવી.
“જુઓ, તમારે ગરમી સહન થતી નથી, ઠંડકવાળી વસ્તુઓ લેવી જરુરી છે. એક કામ કરો. કાળી દ્રાક્ષ, આમળાનો પાવડર, ટેંક પાવડરો તમારી પાસે જ રાખો. ઘરોમાં તો મળે નહિ. અને આ બધામાં આધાકર્મી દોષ લાગતો નથી, માત્ર સ્થાપના દોષ અને ક્રીતદોષ જ લાગે છે. પણ એની ચિંતા ન કરવી. શરીર તો ટકાવવું પડે ને ?” આ બધી પ્રેરણા કરીને સાધુને સ્થાપનાદિ દોષ રૂપે પરિગ્રહ કરવાની પ્રેરણા કરવી.
અતિમોંઘી વસ્તુઓ, વિદેશી વસ્તુઓ, આકર્ષક વસ્તુઓ કોઈ વહોરાવવા આવે, ત્યારે આ સાધુ પોતે ન રાખે, પણ એ બધું ભેગું કરીને બીજા સાધુને આપે કે “આ રાખો, એકદમ મોંઘી વસ્તુ છે. તમને કામ આવશે. બરાબર સાચવજો. પરદેશની છે...” વગેરે કરીને ભક્તિભાવથી એને આ વસ્તુ આપવી. (આમાં મુગ્ધતા છે, બિનજરૂરિયાતની વસ્તુ એક સાધુ બીજા સાધુઓને ભક્તિભાવથી આપે, રાખવાનું કહે, એની મોંઘાઈનો ઉલ્લેખ કરી વધુ સારી રીતે સાચવવાનું કહે... એ બધું યોગ્ય તો નથી જ ને ?...) આમ અનેક પ્રકારે પરિગ્રહ-કરાવણ સંભવી શકે છે.
અનુમોદન : શ્રાવકો આપણા માટે કોઈક વસ્તુ રાખી મૂકે, એ સ્થાપના દોષ ! આવા દોષવાળી વસ્તુ વાપરીએ, તો પરિગ્રહની અનુમોદનાનો દોષ લાગે.
આપણો સંસારી પિરવાર આપણા માટે ભવિષ્યની ચિંતાથી કોઈ ફ્લેટ ખરીદી રાખે, આપણી વૈયાવચ્ચ માટેની રકમ અલગ મૂકી દે. આની જો આપણને ખબર પડે તો આપણે
૨૯૧
***