________________
------------------------- મહાવ્રતો - ૯ - - ------------------- અને આપણે આપણી રીતે જ એની વ્યવસ્થા કરાવીએ એ ચોરી કરાવી કહેવાય જ ને ?
આપણા શિષ્યોને - સહવર્તીઓને કહીએ કે “અમુક જગ્યાએ સવારે અંડિલ પરઠવી આવવામાં કોઈ વાંધો નથી. દિવસે ત્યાં ચોકીદાર ઉભો રહે છે. એટલે પરઠવવા નહિ જવાય. એ જમીન પર મકાનો બાંધવાના છે. પણ એને હજી વાર છે...” બીજાની માલિકીની જગ્યામાં એની રજા વિના અંડિલ પરઠવવું એ એક પ્રકારની ચોરી છે, અને આપણે આવું કહેવા દ્વારા બીજા પાસે એ ચોરી કરાવીએ છીએ.
અત્યારે તમે ધંધામાં નીતિ આચરો, તો જીવી જ ન શકો. એટલે અમુક પ્રમાણમાં અનીતિ કરવામાં કોઈ વાંધો નહિ...” તો આ પણ ચોરી કરાવી કહેવાય.
દાંડા-તરપણી-પાત્રા-વસ્ત્રાદિ જે સાધુના હોય તે હાજર ન હોય, અને બીજા સાધુને એ બધાની જરુર હોય, તે વખતે આપણે કહીએ કે “આ સાધુના દાંડાદિ પડ્યા જ છે, એ લઈ જાઓ..” પેલો સાધુ કહે “પૂછ્યા વિના કેમ લવાય ?” ત્યારે આપણે જવાબ આપીએ કે “તમે લઈ જાઓ, કોઈ જ વાંધો નહિ. આપણે ક્યાં ચોરીને ભાગી જવું છે. એને પાછા આપી જ દેવા છે ને ? બહુ ચિંતા નહિ કરવાની.”
ટુંકમાં માલિકની રજા વિના પણ એની વસ્તુ લેવાની, વાપરવાની કોઈકને પ્રેરણા કરવી, રજા આપવી. એ ચોરી કરાવી કહેવાય.
અનુમોદન :
શાસ્ત્રીયતા જાળવ્યા વિના આપણો શિષ્ય કે બીજા કોઈ સાધુ કોઈકને ભગાડીને, મા-બાપની રજા વિના દીક્ષા આપે... એ વખતે આપણને આનંદ થાય કે “ચાલો, સારું થયું. આપણું ગ્રુપ વધ્યું. શાસનમાં સાધુની સંખ્યા વધી...”
સાધુ દોષિત વહોરી લાવે, નિર્દોષ પણ વધુ પ્રમાણમાં વહોરી લાવે... એ ખબર પડવા છતાં પણ એ વાપરવું... એ ચોરીની અનુમોદના છે. નિષ્કારણ દોષિત વહોરવું તીર્થકર અદત્ત તો છે જ, ને એ આપણે વાપરીએ એટલે એની અનુમોદના ગણાય જ.
ગુરુને જે વસ્તુ ગમતી ન હોય, જે વસ્તુ લાવવાની, વહોરવાની ગુરુએ ના પાડી હોય એ જ વસ્તુ કોઈ સાધુ લઈ આવે, ગુરુને બતાવે નહિ અને આપણને વિનંતિ કરે, એ વસ્તુ આપણે વાપરીએ રે ! ગુરુને બતાવ્યા વિના કોઈપણ વસ્તુ જો કોઈ આપણને આપે અને આપણે એ વાપરીએ, તો એણે કરેલી ગુરુ-અદત્તાદાનની અનુમોદનાનું પાપ આપણને લાગે જ.
આપણે માંદા પડ્યા, આપણા અંડિલ-માત્રુને સાધુઓ છાની રીતે અમુક સ્થાને પરઠવતા હોય. એના માલિકને તો એ ઈષ્ટ નથી, પણ સાધુઓ ખાનગીમાં પરઠંડી આવે છે. એટલે એ માલિકને ખબર જ નથી. ખબર પડે તો ઝઘડો થાય જ... આવું હોવા ૨૯૯-૯-૧૯૯૦૯૯- ૯--૨૮૮ ૨૯ ૯-૯ - - - - - - - - - - - - -