________________
જ્બો...વિતો...હાલો...માવઓ...
કોઈકને સવારનો જ વિહાર ગમતો હોય, સાંજનો વિહાર ન ગમતો હોય તો “વચ્ચે કોઈ જગ્યા નથી મળતી, માટે સવારે જ પાંચ-છ કિ.મી. વધારે ચાલવું પડશે. પછી સાંજે વિહાર નહિ કરીએ...” વગેરે બહાના કાઢી સાંજનો વિહાર ઉડાવે.
કોઈકને વળી સાંજનો જ વિહાર ફાવે, તો એ એમ કહે કે “સવારે વિહાર કરીએ તો થાકના કારણે આખો દિવસ બગડે છે, સ્વાધ્યાય થતો નથી. એના કરતાં સાંજે જ વિહાર કરીએ તો જઈને આરામ જ કરવાનો હોય એટલે આખો દિવસ ન બગડે. બીજા દિવસે સવારે સ્વસ્થ થઈ જઈએ... માટે સાંજનો જ વિહાર કરવો...'
કોઈક પ્રમાદી સંયમીને એક કલાક કરતા વધારે ભણવું ન હોય, એટલે જ્યારે ગુરુ એને બે-ત્રણ કલાક પાઠ લેવાની સલાહ આપે ત્યારે અવનવા બહાના કાઢીને પણ એક કલાક કરતા વધારે તો પાઠ ન જ લે. એનો પ્રમાદ એને વધુ પાઠ લેતા અટકાવે...
આમ આ બધાં કાળની પ્રધાનતાની દૃષ્ટિએ ભાવજૂઠ બને.
,,
માંડલીના કામમાં પણ કોઈક સંયમી ગણતરી કરે કે બીજા બધાને જે કામ સોંપાયા છે, એ અડધો-પોણો કલાકના કામો છે. જ્યારે મને જે કામ સોંપાયુ છે, એ અડધો-પોણો કલાકનું નહિ, પણ એક-સવા-દોઢ કલાકનું છે.... તો હું શા માટે વધુ સમયવાળું કામ કરું ?..” અને એ સંયમી માંદગીના કે સ્વાધ્યાયના કે અશક્તિ વગેરેના બહાના હેઠળ એ કામ રદ કરવા પ્રયત્ન કરે. આમાં પણ કાળની પ્રધાનતાએ જ ભાવજૂઠ ઉત્પન્ન થાય છે. જો બધા સંયમીઓને એના જેટલું જ મોટું કામ સોંપાતુ હોત તો આ સંયમી પણ એટલું કામ કરત. (૪) ભાવપ્રધાનતાએ ભાવજૂઠ : મનમાં ગુર્વાદિ પ્રત્યે અરૂચિ-અસદ્ભાવ થયા હોય છતાં એની આલોચના ન કરે, (પ્રાયશ્ચિત્તદાતા ગુર્વાદિને ન જણાવે). ગુરુ પૂછે કે ‘તને મારા પ્રત્યે કંઈક અસદ્ભાવ છે ? જે હોય તે કહી દે, ચિંતા ન કરીશ.” પણ સંયમી ગમે તે રીતે એ વાત છુપાવે. “આપ તો મારા ઉપકારી છો, આપને માટે મને અસદ્ભાવ હોય જ નહિ.” એમ કહે.
અહીં પોતાના ખરાબભાવોને છુપાવવા માટે એ જૂઠનો આશરો લે છે, ભાવજૂઠ સેવે છે. એમ મનમાં જાગતા વિકારો, લાલસાઓ અંગે પણ સમજી લેવું. રુક્મિણી સાધ્વીએ પોતાના વિકારભાવને છુપાવવા માટે જૂઠ બોલ્યું ને ? કે “એ રાજકુમાર કોણ હતો, એ જોવા માટે જ મેં એ દૃષ્ટિપાત કરેલો. મને કોઈ વિકાર હતો જ નહિ.”
એમ કોઈપણ પ્રત્યે અંદ૨ ઈર્ષ્યા-ક્રોધાદિ ભાવ ચાલતા હોય, છતાં બહાર એની સાથે ગાઢ મૈત્રી, પ્રશમભાવ હોવાનો દેખાવ કરીએ, એવા શબ્દો ઉચ્ચારીએ... આ બધું પણ ભાવની પ્રધાનતાએ ભાવજૂઠ છે.
જેમ પોતાના ભાવોની પ્રધાનતાએ ભાવજૂઠ ઉત્પન્ન થાય, તેમ બીજાના ભાવોની
*** ૨૭૫ **
*****