________________
-----------સુબ્રમ...વિત...છાત્રો...ભાવો.... - - - - - - - - - - રીતે એનું વર્ણન કરશું, એટલે કોઈક પદાર્થો ફરી આવે તો પણ એ યોગ્ય જ ગણવા.
પ્રથમ મહાવ્રત કરાવણ - “જલ્દી પાણી ઉકાળી આપો, મોડું થાય છે” એમ કહીને પાણી ઉકળાવવું. જરાક આ નંબર પર ફોન લગાડી આપો ને ?' એમ ફોન કરાવવો. આ દૂધ-ચા ઠંડા પડી ગયા છે, ગરમ કરી આપો' એમ વસ્તુઓ ગરમ કરાવવી.
પશ્ચિમ-દક્ષિણ બાજુ દિવાલ તોડીને ત્યાં બારી કરાવી દો.” એમ કહીને દિવાલો તોડાવવી.
“દૂધી-કેળાનું શાક બનાવજો. સંતરાનો જયુસ કાઢવાનો છે...” વગેરે કહીને રસોઈ બનાવડાવવી.
ટુંકમાં જે ક્રિયામાં હિંસા થાય, એવી ક્રિયાઓ આપણે ગૃહસ્થો પાસે કરાવીએ તો એ કરાવણ કહેવાય.
અનુમોદન : આપણે કોઈને કશું બનાવવાનું કહ્યું ન હોય, છતાં ગૃહસ્થો ભક્તિભાવથી આપણા માટે શીરો વગેરે બનાવે, એ જો આપણે વહોરીએ તો અનુમોદનો દોષ લાગે.
ઉપાશ્રયમાં અંધારુ છે, મહારાજ સાહેબને પ્રકાશની જરૂર પડશે એમ વિચારીને શ્રાવક કે કોઈ બીજો માણસ લાઈટ ચાલુ કરતો હોય, તો એને ના પાડવી જોઈએ કે “અમારે લાઈટની જરુર નથી.” જો એ કરી નાંખે તો કહેવું કે “અમારે જરૂર નથી જ. તમારે તમારા માટે જોઈતી હોય તો તમે જાણો...” પણ એવું કશું ન કહીએ અને મનમાં એમ થાય કે “આ લાઈટ છે, તો સારું. બધું સ્પષ્ટ દેખાય...”
રાત્રે લાઈટમાં પુસ્તકાદિ વાંચીએ, લાઈટ બંધ થાય એટલે તરત મનમાં ખેદ થાય કે “અરે ! લાઈટ ગઈ.” પાછી લાઈટ આવે, એટલે આનંદ થાય અને પુસ્તક વાંચવાની પ્રવૃત્તિ પાછી શરુ થાય... આ બધામાં એની અનુમોદનાનો દોષ છે.
ઉપાશ્રયમાં માણસ કચરા-પોતા કરવા આવે, તે વખતે પણ કહેવું જોઈએ કે “અમારે જરુર નથી.” છતાં એવું ન કહીએ... ઉન્હેં મનમાં આનંદ થાય કે “ચાલો, આ કચરા-પોતા કરશે, એટલે ઉપાશ્રય ચોખ્ખો રહેશે.”
આપણે ગૃહસ્થોને કોઈ વાત કરી ન હોય છતાં તેઓ ભક્તિ કરવા માટે જાત જાતની અનેક વસ્તુ ઉપાશ્રયમાં લઈ આવે, આપણને વિનંતિ કરે કે “સાહેબ ! આ બધું લો, વહોરો.” એ વખતે એમને સાચી સમજણ આપવાને બદલે એ બધું વહોરીએ... તો એ અભ્યાહત વગેરેમાં થયેલી હિંસાની અનુમોદનાનો દોષ સાધુને લાગે.
ટુંકમાં આપણે સ્વયં હિંસા કરતા નથી, જે ક્રિયામાં હિંસા થાય છે, એવી ક્રિયા ગૃહસ્થો
જય કકકકકકકકક કકક (૨૮૫ ૨૪ ૦૪
-