________________
૯-૨૯--૯-૪૯ - - -આર્ભ રડ્યો....શ્વિતાનો....ભાવો... ૪૯ - - - -
એમાં પણ ક્રોધ + માન એ ઠેષ રૂપ છે. માયા + લોભ એ રાગ રૂપ છે.
એટલે રાગ અને દ્વેષ એ જ સમગ્રસંસારની જડ છે, એ નક્કી માનવું. એમાં પણ દ્વેષ રાગને આધીન છે. રાગના કારણે જ દ્વેષ ઉત્પન્ન થાય છે, એટલે જ આખા ય સંસારનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ રાગ છે, એમ ચોક્કસ કહી શકાય.
બધાય પાપોનો બાપ લોભ કહ્યો છે. બધાય દુઃખોની ખાણ લોભ કહ્યો છે, મોક્ષમાર્ગમાં મોટા પર્વત સમાન લોભ કહ્યો છે. લોભ એટલે એક પ્રકારનો રાગ ! એટલે કષાયોને કાબુમાં રાખીએ તો આપણા મહાવ્રતો સાચા-નિર્દોષ રહે.
એમાં પણ જો માત્ર સંજવલનકષાયનો જ ઉદય હોય, તો અતિચાર લાગે, પણ મહાવ્રતો ભાંગી ન જાય, સાધુપણું ટકી રહે. એટલે સંજવલન કષાયથી વધુ કષાયનો ઉદય તો ન જ થવો જોઈએ. સંજવલનકષાયને પણ વધુ ને વધુ નબળા પાડતા જ જવાના છે. એ રીતે જ મહાવ્રતો વધુ ને વધુ નિર્મળ બનતા જાય,... તો જ છેવટે મોક્ષ મળે.
પ્રશ્ન : પણ આપણા કષાયો સંજવલનના છે કે ભયંકર છે ? એ ખબર શી રીતે પડે ? એને ઓળખવાની નિશાની શું?
ઉત્તર : વિશિષ્ટજ્ઞાનીઓ આ વાત પ્રત્યક્ષથી જૂએ કે “આ કષાયો સંજવલનના છે...” પણ આપણે બધાએ અનુમાન દ્વારા નક્કી કરવાનું કે “આપણા કષાયો સંજવલનના છે કે બીજા ?”
(ક) જો કષાય સંજવલનનો હોય, તો એને મનમાં તે તે પાપ કરવાની ઈચ્છા થાય તો પણ એ પાપ વચન-કાયામાં જલદી ન પ્રવેશે. એ જીવ એ પાપ ટાળવાનો પ્રયત્ન કરે, મનને સમજાવવાનો પ્રયત્ન કરે. મનની સાથે એની વાટાઘાટો ચાલે...
(ખ) ધારો કે એ પોતાના કષાયને પરવશ બનીને પાપ કરવા લાગે તો પણ એ પાપ કરતી વખતે પણ તીવ્રતા ન આવે. મનમાં ખૂંચકારો ચાલ્યા કરે. જેમ કાંકરીવાળી ખીચડી ખાનારાને વચ્ચે વચ્ચે ખેંચ્યા કરે, જેમ કાંકરાવાળા રસ્તે ચાલનારાને કાંકરા વચ્ચે વચ્ચે ખેંચ્યા કરે... એમ આ જીવને પાપો કરતા કરતા પણ વચ્ચે વચ્ચે ખંચકારો થયા કરે. જો એ વખતે કોઈ એને પૂછે કે “અરે, તું આ શું કરે છે?” તો એને તરત મનમાં તો થઈ જ જાય કે “હું ખોટું કરું છું. સારું નથી કરતો...” જેમ કાંકરી ભોજનની મજા બગાડે, જેમ ઈલેક્ટ્રીકની કપાત ટી.વી જોવાની મજા બગાડી નાંખે... એમ કષાયોની મંદતા ચારિત્રપરિણામ પાપની મજા બગાડી નાંખે.
*
**
૦ ૨૮૩૨