________________
–ઓ...સ્થિતઓ...હાલો...માવો...
****
મમત્વ થાય.
“મારા અક્ષરો મોતીના દાણા જેવા છે. જાણે કે છાપેલું પુસ્તક જ ન હોય, એવું મારું લખાણ છે.” એમ અક્ષરો પર રાગ પ્રગટે.
“મારો અવાજ કેટલો બધો મધુર છે ! લોકો ડોલી ઉઠે છે. ગઈકાલે સ્તવન બોલ્યો, તો કેટલાય લોકો મારી પાસે આવી વખાણ કરી ગયા. સ્તવન લખાવી ગયા” એમ પોતાના અવાજ ઉપર મમત્વ થાય.
“મારા સ્થાપનાજી કેવા મજાના છે ! હાથીદાંતની (કે સુખડની) ઠવણી ! રંગબેરંગી ફુમતા ! ઠવણી પણ સૌથી મોટી ! અંદરના સ્થાપનાજી પણ કેટલા મરોડદાર અને મોટા! બધાને મારા સ્થાપનાજી ગમી જાય...' એમ સ્થાપનાજી પર રાગ થાય.
એમ પાત્રા, ટોક્સી, દાંડા, કામળી વગેરે વગેરે ઢગલાબંધ વસ્તુઓ માટે આ પદાર્થ વિચારી લેવો. “આ સારું છે, સુંદર લાગે છે...” આ ભાવો એ ભાવપરિગ્રહ છે.
“ફુમતા કલરવાળા જોઈએ, સાદા ન ચાલે. કપડામાં રંગીનદોરા જોઈએ, સાદા ન ચાલે, થેલા પણ આકર્ષક, કલરવાળા જોઈએ. સીધા-સાદા ન ચાલે...” આવો જે તે તે વસ્તુ માટેનો આગ્રહ એ અંદર પડેલા મમત્વભાવને સૂચવી જાય છે.
(૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવપરિગ્રહ : કોઈપણ શહેર કે ગામ ખૂબ ગમી જાય, એમાં કોઈક ઉપાશ્રય ખૂબ ગમી જાય, એમાં કોઈક રૂમ કે કોઈક સ્થાન ખૂબ ગમી જાય, કોઈકને મધ્યપ્રદેશના ડુંગરાળ પ્રદેશો ગમે, કોઈકને મુંબઈ વગેરેનો દરિયાકાંઠો ખૂબ ગમે. કોઈકને વળી રાજસ્થાનના રણપ્રદેશ ગમે... આવા તો જાત જાતના ક્ષેત્રમમત્વ પ્રગટતા હોય છે. (૩) કાળપ્રધાનતાએ ભાવપરિગ્રહ : પિત્તની તકલીફવાળાને, ગરમી સહન ન કરી શકનારાને શિયાળો ખૂબ ગમે... ઠંડીથી ત્રાસેલાને ઉનાળો ખૂબ ગમે, વિહારથી ત્રાસેલાને ચોમાસું ખૂબ ગમે... ગરોળીના ભયવાળાને શિયાળો ખૂબ ગમે, કેમ કે એમાં પ્રાયઃ ગરોળીઓ ન દેખાય... ‘શિયાળામાં લાંબી રાત શી રીતે કાઢવી ? સ્વાધ્યાય તો મારી પાસે છે નહિ’ એવા વિચારવાળાને ઉનાળો ખૂબ ગમે, કેમ કે એમાં દિવસ મોટો હોય અને રાત નાની હોય... જેને ઉંઘ ઘણી ગમતી હોય, એને ઉનાળો નહિ, પણ શિયાળો ગમે. જેને કેરી વગેરેની આસક્તિ હોય એને ઉનાળો ગમે. જેને મેવો વગેરેની આસક્તિ હોય, એને શિયાળો ગમે...
આમાં તે તે કાળનું મમત્વ થાય છે, માટે કાળની પ્રધાનતાએ મમત્વ કહેવાય. ભાવપ્રધાનતાએ ભાવ પરિગ્રહ : “આજે મેં ગુસ્સે થઈને બધાને ખખડાવ્યા, તો બધા સુધરી ગયા. હવે તો ચોખ્ખું લાગે છે કે ગુસ્સો કર્યા વિના ન ચાલે. ભલે, બધા કહે કે ‘ગુસ્સો ન કરવો.’ પણ મેં જે કહ્યું, એ બધું બરાબર છે.” આમ કોઈને પોતાના ક્રોધ
૨૮૧