________________
જ------------- મહાવ્રતો અને જલદ - ૨ - - - એ કૉલેજવાળો રસ્તો જ પકડી રાખવો અને એ જ સમયે રોજ ત્યાંથી જવું. '
“મણિભદ્રના મંદીરના દર્શને ગુરુવારે ચિક્કાર લોકો આવે છે એ જાણીને એ જ દિવસે ત્યાં જપ કરવા બેસવું, આવતી જતી સ્ત્રીઓને જોવી... એ બધામાં પોતાનો પ્રભાવ પાડવા જપ કરવાની મુદ્રા જોરદાર આચરવી...
અમુક ઘરોમાં સવારે જ અમુક સ્ત્રી જોવા મળતી હોય, બપોરે જોવા ન મળતી હોય તો જાણી જોઈને સવારની ગોચરીનું કામ સ્વીકારવું, બપોરની ગોચરીનું કામ ન સ્વીકારવું, અને સવારે તે ઘરે પહોંચી રૂપ જોવાદિ દ્વારા વિકારો સંતોષવા.
દેરાસરમાં સાંજે આરતી વગેરે સમયે ઘણી સ્ત્રીઓ આવતી હોય તો એ જ સમયે અંધારામાં પણ દેરાસરે દર્શન કરવા જવું. પ્રભુદર્શનના બહાને સ્ત્રી દર્શનમાં મન પરોવવું.
કર્મોદયની વિચિત્રતાના કારણે કોઈકને વદપક્ષમાં વાસના જાગે, સુદપક્ષમાં વાસના ન જાગે. કોઈકને સુદપક્ષમાં વાસના જાગે, વદપક્ષમાં વાસના ન જાગે. આ પણ કાળની પ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ છે.
ગૃહસ્થો સંતાન પ્રાપ્તિ ન ઈચ્છતા હોય તો ગર્ભાધાન થઈ શકે એવા દિવસો છોડીને બાકીના દીવસોમાં જ અબ્રહ્મ સેવે, આ પણ કાળની અપેક્ષાએ ભાવ અબ્રહ્મ છે.
આમ અનેક પ્રકારે કાળપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ વિચારી શકાય.
(૪) ભાવપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ : કોઈક સ્ત્રી સાધુને પત્ર લખે કે રૂબરૂ વાત કરે કે “મને તમારા પ્રત્યે ખૂબ રાગ છે. હું તમને ઝંખુ છું..” એના આ ભાવોને જાણીને સાધુ પણ ઢીલો પડી જાય, એના પ્રત્યે રાગવાળો, વાસનાવાળો બની જાય.
કોઈક સ્ત્રી દેખાવડી ન હોય, પણ એનામાં બુદ્ધિશક્તિ જોરદાર હોય, વાચાળતા - ચપળતા ઘણી હોય... એ બધાના કારણે સાધુ એના પ્રત્યે રાગી-વિકારી બને.
કોઈક સ્ત્રી રડવા માંડે, પોતાના દુઃખો વર્ણવે... એ રૂદન-દુખ સાંભળીને સાધુને એના પ્રત્યે લાગણી થાય... અંતે એ લાગણી કામવાસનાનું સ્વરૂપ ધારણ કરે.
કોઈક સ્ત્રી આલોચનામાં પોતે સેવેલા અબ્રહ્માદિ પાપોનું, એ વખતના વિચારોનું વર્ણન લખે... એ બધું વાંચીને સાધુ વિકારી બને.
ગુસ્સે થયેલી સ્ત્રીની આકર્ષકતા એ ગુસ્સાને લીધે સાધુને વધારે લાગે, અને સ્ત્રીના મોઢાના ગુસ્સાના ભાવો સાધુને વિકારી બનાવે...
કોઈક સ્ત્રી ખડખડાટ હસે, એ હાસ્ય જોઈને સાધુને વિકાર જાગે.. આમ અનેક પ્રકારે ભાવપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ પ્રગટે છે. (૧) દ્રવ્યપ્રધાનતાએ ભાવપરિગ્રહ “મારું શરીર કેટલું ધોળું છે, મારૂ રૂપ કેવું જોરદાર છે.” એમ પોતાના શરીર ઉપર