________________
- - - -
- - - - - - - - - -
મહાવતો
જે
જે જે
જે
જે
ઉપર રાગ થાય. પોતાનો કષાય સાચો લાગે.
એ સ્ત્રી બિચારી દુઃખી હતી, એ મને ખાનગીમાં વાત કરવા માંગતી હતી. મેં કરુણાથી પ્રેરાઈને એકાંતમાં એક કલાક એની સાથે વાત કરી. મારા મનમાં એના પ્રત્યે લાગણી હતી... એમાં ગુરુએ મને ઠપકો આપ્યો, પણ મેં શું ખોટું કર્યું? શું કોઈક જીવ પ્રત્યે લાગણી થવી એ પાપ છે. ગુરુ કેવા જડ છે, કઠોર છે..” આ છે પોતાના લાગણીના વિચારો પર મમત્વ ! * “કહું એટલે બધાએ માનવું જ જોઈએ. મારો વર્ષોનો અનુભવ ! પુષ્કળ શાસ્ત્ર બોધ ! પણ આ બધા મારી સામે દલીલો કરે છે, મારી વાત માનતા નથી. મારે કશું બોલવું જ નથી. કરવા દો એમને જે કરવું હોય તે !” આ પોતાના અનુભવનું, પોતાના જ્ઞાનનું મમત્વ ! આપણા અનુભવ, આપણા શ્રુતજ્ઞાન સામે બીજાના અનુભવ, બીજાનું શ્રુતજ્ઞાન વધુ જોરદાર, વધુ સચોટ હોઈ શકે છે... એ વાત આમાં સ્વીકારી નથી.
હું મોટો છું, મારો પર્યાય સૌથી વધારે છે. ઉંમરમાં પણ મોટો છું. અને આ આજકાલના સાધુઓ મારી સામે જવાબ આપે છે, મારી વાત માનતા નથી... બધા નકામા છે” આ છે પોતાની ઉંમરનું, પોતાના પર્યાયનું મમત્વ !
આ આપણે પાંચેય મહાવ્રતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ભાવદોષોનું સ્વરૂપ સંક્ષેપમાં જોયું.
આ બધું વિચારતા બહુ જ સ્પષ્ટ સમજાય છે કે સાચા મહાવ્રતો પાળવા ખરેખર ખૂબ ખૂબ અઘરા છે. ડગલે ને પગલે ભાવહિંસા, ભાવજૂઠ.. ભાવપરિગ્રહ દોષો આપણામાં પ્રગટ થઈ જ જાય છે. એટલે જ મહાવ્રતોનું સમ્પફ પાલન કરવા માટે પુષ્કળ સાવચેતી જરુરી છે. કાયાને કે જીભને જેટલી ઘડવી જરુરી છે, એના કરતા કરોડ ગણું ઘડતર મનનું કરવાનું છે.
પ્રશ્ન : તમે આ વર્ણન કર્યું, એમાં લગભગ બધે જ ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય જ દેખા દે છે. એમાં ય પ્રાયઃ બધે જ લોભ દોષ - આસક્તિ, મમતા જ વધુ ને વધુ ભાગ ભજવે છે. તો આનો અર્થ તો એ જ થયો કે ચાર કષાયોને કાબુમાં રાખીએ એટલે સાચા મહાવ્રતી બની જઈએ, ખરું ને ?
ઉત્તર : હા ! અપેક્ષાએ તારી વાત સાચી છે. જો ને ? દસર્વકાલિકમાં કહ્યું છે ને કે कोहो य माणो य अणिग्गहिआ, माया य लोभो अ पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥
ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોને જો રૂંધવામાં ન આવે, એ જો વધ્યા કરે તો કાળા આ કષાયો સંસારના મૂળીયાઓનું સિંચન કરવાનું કામ કરશે. ----------------------- ૨૮૨ ગાલ લાલ-લાલ-લાલ-લાલ --૯-૯-