________________
તત્વઓ...શ્રિતઓ...હાલો...માવો...
નાનો હોય કે મોટો. પણ અત્યારે તો એ જગ્યાની માલિકી એની ગણાય છતાં એ વખતે એ સંયમીને પૂછ્યા વિના એની ઉપધિ હટાવી દઈને આપણે ત્યાં બેસી જઈએ, તો એ ક્ષેત્રની અપેક્ષાએ ભાવચોરી કહેવાય.
એમ અમુક સ્થાનમાં ચોમાસું કરવાની આપણને ઈચ્છા થાય, પણ ત્યાં બીજાનું ચોમાસું નક્કી થયું હોય તો સંઘના આગેવાનોને ગમે તેમ સમજાવીને એમનું ચોમાસું ૨૬ કરાવીને ત્યાં ચોમાસું કરવું એ પણ ક્ષેત્રની પ્રધાનતાએ ભાવચોરી છે.
વ્યાખ્યાનાદિમાં કે ગોચરીમાંડલી વગેરેમાં વડીલોની જગ્યાએ નાના સાધુ બેસી જાય, એ અંગે પ્રમાદવાળા બને.. એ પણ ક્ષેત્રની દૃષ્ટિએ ભાવચોરી છે. કેમ કે તે તે સ્થાને બેસવા માટેની લાયકાત એમની હોવા છતાં નાના સાધુ પ્રમાદાદિને લીધે ત્યાં બેસી ગયા.
ઉપાશ્રયોમાં પણ જે સ્થાન ગુરુને કે વડીલોને ઉચિત હોય, એ સ્થાને ગુરુ કે વડીલો બેસવા ઈચ્છતા હોય, તે સ્થાને નાના સાધુઓ બેસી જાય... એ પણ ક્ષેત્રની અપેક્ષાએ ભાવચોરી કહેવાય.
ઉપાશ્રયમાં પૂર્વે બીજા સંયમીઓ હાજર હોય તો ત્યાં પહોંચ્યા બાદ આપણે એ બધાની રજા લઈને એ જે સ્થાનની રજા આપે, ત્યાં જ રહેવાય. એને બદલે જો આપણે એ પૂર્વે વિદ્યમાન સંયમીઓની રજા લીધા વિના જ ત્યાં ઉતરીએ.... તો એ પણ ક્ષેત્રની પ્રધાનતાએ ભાવચોરી છે.
(૩) કાળપ્રધાનતાએ ભાવ-અદત્તાદાન : કોઈપણ સંઘમાં અમુક દિવસ રોકાવાનું કહીને ઉતરીએ, અને પછી વધારે રોકાવાની ઈચ્છા થાય તો સંઘની રજા લેવી પડે. એને બદલે જો સંઘની રજા વિના ત્યાં વધુ રોકાઈએ તો એ કાળની અપેક્ષાએ ભાવચોરી ગણાય.
કોઈક સંયમીનો બીજા સંયમી પાસે એક-બે કલાક પાઠ ચાલતો હોય, એ જ વખતે એ પાઠકની સાથે આપણે પણ વાતો કરીએ, એના કારણે ભણનાર સંયમીનો એટલો સમય પાઠ કપાય, એને ન ગમે છતાં એ કહી ન શકે, અગત્યની વાત હોય તો પણ એ ભણનારની સંમતિ વિના જ પાઠક સાથે વાતો કરીએ તો એ બધું જ કાળની અપેક્ષાએ ભાવચોરી કહેવાય.
એમ કોઈ પંડિતજી બે-ત્રણ કલાક ભણાવવા આવવાના હોય, બીજા સંયમીઓના પાઠો નક્કી થઈ ગયા હોય, ત્યારે આપણે ગુર્વાદિ દ્વારા કોઈકનો પાઠ રદ કરાવીને કે એનો સમય ઓછો કરાવીને પાઠ લઈએ... ભણાવવા આવેલા પંડિતજી સાથે વાતોમાં વળગીને ભણનારાના પાઠનો સમય બગાડીએ...
નવથી દસ વ્યાખ્યાનનો સમય જાહેર કરીને છેક સાડાદસ સુધી વ્યાખ્યાન ચલાવીએ, ગૃહસ્થો ઉઠવા માંગે તો પણ ઉઠી ન શકે એવી દશા ઉભી કરીએ, એના
૨૭૭