________________
મહાવ્રતો
પ્રધાનતાએ પણ ભાવજૂઠ ઉત્પન્ન થાય. જેમ કે “જો હું મારા મનના પાપોની આલોચના ગુરુ પાસે લઈશ, તો ગુરુને મારા પ્રત્યે અસદ્ભાવ થશે, ગુરુને મારા પ્રત્યે ગુસ્સો આવશે... માટે મારે એ છુપાવીને સીધી સાદી આલોચના કરવી.” આવા વિચારવાળી સંયમી આલોચના કરે. અહીં ગુરુના મનના અસદ્ભાવ, ક્રોધ આદિ ભાવોને વિચારીને સાધુ ભાવજૂઠનો આશરો લે છે.
“જો પેલા સંયમીને હું મારા જોરદાર સ્વાધ્યાયની વાત કરીશ, તો એ પણ ભણવા માટે પુષ્કળ ઉલ્લાસવાળો બનીને ભણવા માંડશે. પણ એમ થશે તો એ મારાથી આગળ જશે,... એના બદલે એ પૂછે તો પણ મારે મારા સ્વાધ્યાયની વાત ન કહેવી. ‘કોઈ વિશેષ સ્વાધ્યાય થયો નથી. ઠીક થોડું ઘણું ભણ્યો છું. ભણવા કરતા તો તપ-જપ સંયમનું આચરણ લાખગણું સારું.' એમ કહીશ. એટલે એને ભણવાનો ઉલ્લાસ ન જાગે, એટલે એ મારા કરતા આગળ ન જાય” આવા વિચારોવાળો સંયમી પણ ભાવજૂઠ સેવનારો બને છે. અને એ ભાવજૂઠ સામેવાળાના સ્વાધ્યાય-ઉલ્લાસ રૂપી ભાવને નજર સામે રાખીને ઉત્પન્ન થયેલું છે. એ સ્પષ્ટ જ છે.
(૧) દ્રવ્યપ્રધાનતાએ અદત્તાદાન : ગોચરી વહોરવા ગયા અને મનભાવતી વસ્તુ મળી ગઈ, એ વસ્તુ વડીલોને આપવી ન પડે, પોતે જ ખાઈ શકે એ માટે ગુર્વાદિને બતાવ્યા વિના પોતે વાપરી લે, અથવા તો ગુર્વાદિને બતાવ્યા બાદ પણ હોંશિયારીપૂર્વક પોતાની જગ્યાએ મૂકી દે. માંડલીના વ્યવસ્થાપકને એ વસ્તુ ન આપે, ગુર્વાદને પૂછ્યા વિના જ ખાનગીમાં એ વસ્તુ પોતાની પાસે સંઘરી રાખે.
66
આ મુમુક્ષુ શ્રીમંતઘરનો છે, દેખાવડો છે, હોંશિયાર છે. વૈયાવચ્ચી છે. આ જો મારો શિષ્ય બને તો એના લીધે મને યશ-કીર્તિ-પ્રતિષ્ઠા મળે, એ મારી વૈયાવચ્ચ પણ કરે. પણ એ તો બીજા કોઈ પાસે ધર્મ પામેલો છે. એને મારા તરફ આકર્ષવો પડશે...” વગેરે વિચારોથી એ મુમુક્ષુને આકર્ષવાની પ્રવૃત્તિ થાય, અને એ જેનો શિષ્ય બનવાનો હતો, એના તરફ ગમે તે રીતે અરૂચિ ઉત્પન્ન કરાવીને, એ ગુરુની રજા-સંમતિ વિના જ આ મુમુક્ષુને પોતાનો શિષ્ય બનાવી લેવાય.
આ રીતે તે સારી વસ્તુઓ, મુમુક્ષુ વગેરે રૂપ દ્રવ્યની પ્રધાનતાએ ભાવચોરી આચરેલી કહેવાય. ટુંકમાં બોલપેન, ટેબલ, પાટ, વસ્ત્રો વગેરે કોઈપણ વસ્તુ ગમી જવાથી એના માલિકને પૂછ્યા વિના જ એ વસ્તુ લઈ લેવામાં આવે તો એ દ્રવ્યની પ્રધાનતાએ ભાવચોરી કરેલી કહેવાય.
(૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવ-અદત્તાદાન : ઉપાશ્રયમાં અમુક જગા આપણને ગમી ગઈ, પણ ત્યાં બીજો સંયમી બેઠો હોય, એની ઉપધિ-પાત્રાદિ ત્યાં પડેલા હોય. એ સંયમી ૧૨૭૬ * *
***