________________
–ઓ...સ્થિતઓ...હાલો...માવો...
છે જ. છતાં આમાં આ રીતે પણ વિચારી શકાય કે બીજાઓના રાગ-દ્વેષાદિ ભાવને આધારે જો એને મારી નાંખવાદિ વિચારો આવે, તો એ બીજાઓના ભાવની પ્રધાનતાએ ભાવહિંસા ઉત્પન્ન થઈ કહેવાય.
દા.ત. “પેલો માણસ મારા પૈસા પડાવી લેવા માંગે છે, પેલો રાજા મારી રાણીમાં અત્યંત રાગી બન્યો હોવાથી એને ઉંચકી જવા માંગે છે. તો હું એ માણસને, એ રાજાને મારી નાંખું...” અહીં તે માણસના કે તે રાજાના રાગભાવને જોઈને એમને મારી નાંખવા રૂપ ભાવહિંસા ઉત્પન્ન થાય છે, એટલે એ ભાવની પ્રધાનતા એ ભાવહિંસા કહેવાય.
એ માણસ મને મારી નાંખવા માટે તલસે છે. એને મારા પ્રત્યે સખત દ્વેષ છે. જો હું એને જ મારી નહિ નાંખુ તો એ મને મારી નાંખશે...” આમ બીજાના દ્વેષભાવને જોઈને જ એને મારી નાંખવાનો વિચાર પ્રગટ થાય એ ભાવની પ્રધાનતાએ ઉત્પન્ન થયેલી ભાવહિંસા છે.
આપણે રસ્તામાંથી પસાર થઈએ અને કુતરાઓ શાંત ઉભા રહે, તો આપણે પણ શાંતિથી ચાલ્યા જઈએ. પણ કુતરાઓ એકદમ નજીક ધસી આવે, બચકું ભરવા તૈયાર થાય ત્યારે તરત એને દાંડો મારવાનો કે પત્થર મારવાનો વિચાર આવે. અહીં કુતરાના આપણા તરફના હિંસકભાવને લીધે જ આપણને એના તરફ હિંસાનો ભાવ પ્રગટેલો છે. એ જ વાત સાપ, બિલાડી વગેરેમાં પણ વિચારી લેવી.
‘મુસ્લિમો, ખ્રિસ્તીઓ આપણને મારી નાંખવા ઈચ્છે છે, માટે એમને જ ખતમ કરી દેવા જોઈએ. એમની દયા ખાવા જેવી નથી.” આવા વિચારો એમના આપણા પ્રત્યેના ખરાબ ભાવને આધારે પ્રગટેલા છે, માટે એ ભાવપ્રધાનતાએ ભાવહિંસા ઉત્પન્ન થયેલી ગણાય. સૂક્ષ્મદ્રષ્ટિથી આ પદાર્થો વિચારવા.
(૧) દ્રવ્યપ્રધાનતાએ ભાવઠ : ગોચરીમાં ભાવતું શાક આવેલું દેખાય, ત્યારે જો પોતાને બીજું શાક અપાતું હોય, તો સંયમી કહી દે કે “આ મારે પ્રતિકૂળ છે, વાયુ થાય છે.” એમ ભાવતી મીઠાઈ જોઈને, બીજી મીઠાઈ અંગે બોલે કે “આ મીઠાઈ વાપરવાની મને ડોક્ટરે ના પાડી છે...'
પાતળા-લીસા વસ્ત્રો વાપરવા માટે સંયમી ફરિયાદ કરે કે “આ જાડા વસ્ત્રોથી ચામડી છોલાય છે, કાપ કાઢવામાં પણ મુશ્કેલી પડે છે, જાડા વસ્ત્રો આપણા માટે બનતા હોવાથી દોષિત છે....”
આવા ઢગલાબંધ પ્રસંગોમાં તે તે દ્રવ્યની પ્રધાનતાએ ભાવજૂઠ ઉત્પન્ન થાય છે. એમ કોઈક વ્યક્તિ પ્રત્યે દ્વેષ હોય તો એના દોષો જોવાની, દોષો બોલવાની પ્રવૃત્તિ થાય. ગમે તે રીતે એની ભૂલો કાઢીને એની નિંદા કરવામાં આવે કે “એ ભલે ને તપ
*****£62