________________
આ બધામાં ક્ષેત્રની પ્રધાનતાએ ભાવહિંસાદોષ પ્રગટેલો છે.
(૩) કાળની પ્રધાનતાએ ભાવહિંસા : રાજાઓ વિચારે કે “જો હું શિયાળામાં યુદ્ધ કરીશ, તો ફાવી જઈશ, પણ ઉનાળામાં નહિ ફાવું” આમ તે તે કાળ પોતાને અનુકૂળ અને શત્રુપક્ષને પ્રતિકૂળ જાણીને એ જ કાળમાં યુદ્ધ કરવાનો સંકલ્પ કરે, તો એ કાળની અપેક્ષાએ ભાવહિંસા છે.
કારગીલના યુદ્ધ વખતે એવું જાહેર થયેલું કે “અત્યારના સમયે યુદ્ધ કરવામાં ભારતને ફાવટ નહિ આવે. કેમ કે આ કાળમાં પવન પાકિસ્તાનથી ભારત તરફ વાતો હતો. એટલે ભારતે છોડેલા મીસાઈલો પવનના કારણે લક્ષ્ય સુધી બરાબર ન પહોંચે... એ સંભવિત છે.”
જોયું ને ? અહીં પણ કાળની પ્રધાનતાએ જ યુદ્ધ કરવાની વિચારણા છે.
સંયમજીવનની દૃષ્ટિએ વિચારીએ તો “આ ઉનાળાથી ખૂબ હેરાન થઈ ગયા. હવે તો ધોધમાર વરસાદ પડે તો સારું. શાંતિ થાય...” આ વિચારોમાં ભાવહિંસા છે. સંયમી જાણે છે કે પુષ્કળ વરસાદ પડે, એમાં પકાયની હિંસા થાય છે. એટલે ધોધમાર વરસાદની ઈચ્છા રાખવામાં ગર્ભિત રીતે ષકાયની હિંસાનો પરિણામ ધરબાયેલો છે.
વરસાદ રાત્રે જ પડે તો સારુ. દિવસે પડે તો ગોચરી-પાણી-ઠલ્લે-દેરાસર વગેરે બધી બાબતમાં હેરાન થવું પડે છે. રાત્રે પડે તો આપણને કંઈ નડે નહિ...” અહીં પણ દિવસે વરસાદ ન જ પડવો જોઈએ એવી ઈચ્છા અને રાત્રે જ વરસાદ પડવો જોઈએ એવી ઈચ્છા... આ બધું ભાવહિંસા રૂપ છે. કેમ કે આ બંને પ્રકારમાં અમુક અમુક રીતે હિંસા છે જ, અને છતાં સંયમી એના વિચાર કરે છે.
આ આખી ભાવહિંસામાં દિવસ-રાત, શિયાળો ઉનાળો વગેરે પ્રધાનતા ધરાવે છે, એ તો ચોખ્ખો પદાર્થ છે.
શિયાળાના દિવસો સારા, એમાં લોકો ખજૂરાદિ, ડ્રાયફૂટ વાપરે, જાતજાતના પાક વાપરે, એ બધું આપણને પણ વહોરાવે. ઉનાળામાં તો કશું ન મળે...” આમાં ડ્રાયફ્રુટથી બનતા ખજુરપાક વગેરેની આશક્તિનો ભાવ છે, એના કારણે બધાની એ પાક બનાવવાની પ્રવૃત્તિની અનુમોદના પણ ભેગી છે. અર્થાત્ આ ભાવહિંસા છે. કેમ કે પાક બનાવવા વગેરેમાં તો ચિક્કાર હિંસા છે જ, અને સંયમી એની અનુમોદનાના વિચારમાં ચડી ગયો.
આ આખી ભાવહિંસા શિયાળા નામના કાળની પ્રધાનતાએ છે.
એ જ રીતે કોઈકને કેરીની આસક્તિના કારણે “ઉનાળો આવે તો સારુ, જેથી બધા પુષ્કળ કેરીનો રસ કાઢે...” વગેરે વિચારો આવે.
(૪) ભાવની પ્રધાનતાએ ભાવહિંસા: જીવો પ્રત્યેનો નિષ્કર પરિણામ એ ભાવહિંસા કકકકકકકક કકકજલ - - ૨૭૨ કલાકમાં જ જ