________________
જ ૯૯ જલ જ ન જજ જ એ મહાવતો જા જે જે જે પચ્ચક્ખાણનો ભંગ થતો હોવાથી આલોચનાનો વિષય બને છે” એ વાત જૈન સિદ્ધાન્તની પરિભાષાના અજ્ઞાનના કારણે ઉભી થયેલી જાણવી. કેમ કે ખરેખર તો દ્રવ્ય, ક્ષેત્રાદિના આધારે હિંસાદિના ભાવનું જ પચ્ચકખાણ કરાયેલું છે. એટલે (જો ભાવહિંસા ન હોય તો) દ્રવ્યહિંસા વગેરે દ્વારા હિંસાદિના પચ્ચકખાણનો ભંગ થતો નથી. એ પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.
ઉપરના પાઠના આધારે એકદમ સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે સાધુઓએ માત્રને માત્ર ભાવહિંસા, ભાવજૂઠ...ની જ બાધા લીધી છે. દ્રવ્યહિંસાદિની નહિ.
પાક્ષિકસૂત્રમાં આપણે જે બૂમો વગેરે બોલીએ છીએ એ બધામાં ભાવહિંસાની જ બાધા છે. એ વાત ઉપરના પાઠમાં જોઈ જ ગયા છીએ.
છતાં આ પાઠને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. પ્રથમ મહાવ્રત
(૧) દ્રવ્યથી : હું પકાયમાંથી કોઈપણ જીવને પ્રમાદથી (રાગ-દ્વેષાદિથી) નહિ મારું.
(૨) ક્ષેત્રથી હું ચૌદરાજ લોકમાં કોઈપણ સ્થાનમાં કોઈપણ જીવને પ્રમાદથી નહિ
મારું.
(૩) કાળથી : હું દિવસે કે રાત્રે કોઈપણ કાળે કોઈપણ જીવને પ્રમાદથી નહિ મારું. (૪) ભાવથી : હું હિંસા અંગેના રાગ-દ્વેષાદિ પ્રમાદો નહિ કરું. દ્વિતીય મહાવત :
(૧) દ્રવ્યથી : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, આત્મા અને પુગલ આ છ દ્રવ્યો છે. હું આમાંથી એકપણ દ્રવ્યસંબંધમાં પ્રમાદથી જૂઠ નહિ બોલું.
(૨) ક્ષેત્રથી : લોક અને અલોક એ કોઈપણ ક્ષેત્ર અંગે હું પ્રમાદથી જૂઠ નહિ બોલું.
(૩) કાળથી : દિવસે કે રાત્રે કોઈપણ કાળ અંગે કે કોઈપણ કાળમાં હું પ્રમાદથી જૂઠ નહિ બોલું.
(૪) ભાવથી : હું જૂઠ અંગેના રાગદ્વેષાદિ પ્રમાદો નહિ કરું. તૃતીય મહાવ્રત :
(૧) દ્રવ્યથી : જે પકડી શકાય, ધારણ કરી શકાય એવા કોઈપણ દ્રવ્યની હું પ્રમાદથી ચોરી નહિ કરું.
(૨) ક્ષેત્રથી : ગામમાં, નગરમાં કે જંગલમાં ક્યાંય હું પ્રમાદથી ચોરી નહિ કરું. (૩) કાળથી : દિવસે કે રાત્રે ક્યારેય હું પ્રમાદથી ચોરી નહિ કરું.