________________
--- ---- ---- જ ન મહાવ્રતો જ
-----૪-૪-૯-૪-૯ બન્યા, એમ આપણે નથી બનવું. જેમ દિગંબરો સંઘયણભેદ, કાળભેદ, જીવભેદ વગેરેને સમજી ન શક્યા, એમ આપણે નથી કરવું.
આજે જો શ્વેતાંબરો પણ નવા નવા કદાગ્રહોનો ભોગ બને કે “ભૂતકાળના સાધુઓ તો આ બધી વસ્તુઓ વાપરતા ન હતા, આપણે વાપરીએ તે ખોટું જ કહેવાય.તો એ પણ નવો દિંગબરમત સ્થાપવા જેવું થાય છે જો ભૂતકાળ જેવી જ પરિસ્થિતિ તે તે બાબતોમાં અત્યારે પણ હોય તો તો એમની વાત માન્ય જ છે. પણ પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયા પછી પણ એ જ જૂની વાતને પકડી રાખવાનો આગ્રહ રાખવો એ તો આત્મઘાતી પગલું છે.
પહેલાના સાધુઓ પુસ્તકાદિ વાપરતા ન હતા, માટે આપણે પણ ન જ વપરાય, પહેલાના સાધુઓ બોલપેન વગેરે વાપરતા ન હતા, માટે આપણે પણ ન જ વપરાય, પહેલાના સાધુઓ પ્રત-પુસ્તકાદિ છપાવતા ન હતા, માટે આપણે પણ ન જ છપાવાય,
આવી અનેક બાબતો છે. શું આ યોગ્ય છે ?
આપણી વાત તો એટલી જ છે કે ગીતાર્થ સાધુ કારણસર યતનાપૂર્વક કોઈપણ પરિગ્રહાદિ દોષ સેવે એ નિર્દોષ જ છે, એ કર્મનો ક્ષય જ કરે છે. જેઓ આ વાત ન સમજી શકે તેઓ જિનશાસનના મર્મને સાચી રીતે સમજ્યા નથી, એમ માનવું પડે.
પરિગ્રહસંબંધમાં ચતુર્ભગી આ પ્રમાણે બતાઊં છે કે
(૧) દ્રવ્યથી પરિગ્રહ છે. + ભાવથી પરિગ્રહ નથી. જે સાધુ મમત્વ વિનાનો છે, અને ઉચિત સંયમોપકરણોને ધારણ કરે છે, તેને દ્રવ્યથી પરિગ્રહ છે, ભાવથી નથી
(૨) દ્રવ્યથી પરિગ્રહ નથી + ભાવથી પરિગ્રહ છે. જે ભિખારી વગેરેની પાસે ધનાદિ કશું નથી, પણ એ બધું મેળવવાની ઝંખના ખૂબ છે... તેઓને આ બીજા ભાગો લાગે.
(૩) દ્રવ્યથી પરિગ્રહ છે + ભાવથી પરિગ્રહ છે. જે શ્રીમંતો હજી પણ વધુને વધુ કમાવાની લાલસાવાળા હોય, તેઓને આ ભાંગો લાગે.
(૪) દ્રવ્યથી પરિગ્રહ નથી + ભાવથી પરિગ્રહ નથી. સિદ્ધ ભગવંતો તથા અપેક્ષાએ વસ્ત્ર-પાત્રાદિ વિનાના જિનકલ્પિકાદિઓ આ ભાંગામાં આવે.
આ રીતે અહીં પાંચમું મહાવ્રત સંપૂર્ણ થાય છે.
જા જા જા
જા જા
૨૬૦
=
-
-
-
-
-
-
-