________________
------- સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત ----------
પ્રશ્ન : વસ્ત્રો શરીરને અડે છે, માટે પરિગ્રહ જ્યારે એ માણસો કંઈ શરીરને અડકાડીને નથી રાખેલા, એટલે તે પરિગ્રહ ન કહેવાય, માટે વસ્ત્રમાં દોષ, પણ માણસો રાખવામાં કોઈ દોષ નહિ.
ઉત્તર : આ કેવી વાહિયાત દલીલ ! અબજોપતિઓના અબજો રૂપિયા તિજોરીમાં પડેલા છે. શરીરને અડેલા નથી. તો શું એમનો પરિગ્રહ ન ગણાય ? રાજયનો માલિક રાજા છે. પણ એને કંઈ આખું રાજય તો અડેલું જ નથી, તો રાજય પણ એનો પરિગ્રહ નહિ જ ને ?
રે ! વસ્ત્રો શરીરને અડેલા રહે છે, માટે પરિગ્રહ ! તો જમીન પણ શરીરને અડેલી જ રહે છે, તો એ પણ પરિગ્રહ જ ગણાશે ને ? ચારે બાજુથી પવન પણ શરીરને અડે છે, તો એ પણ પરિગ્રહ ગણાશે ને ?
પ્રશ્ન : જમીનને કે હવાને આપણે સામે ચાલીને નથી અડતા, પણ એ સહજ રીતે જ આપણને સ્પર્શે છે. જ્યારે વસ્ત્રો તો આપણે ચાહીને પહેરીએ છીએ, માટે એ દોષ ગણાય.
ઉત્તર : શું કાંટાવાળી, કાચવાળી, આગવાળી, ખીલાવાળી જમીન પર આપણે પગ મૂકીએ છીએ ? નહિ જ ને ? એ વખતે જ્યાં કાંટા-કાચ-આગ-ખીલા ન હોય ત્યાં જ પગ મૂકીએ છીએ એ તો અનુભવ છે જ. તો આ રીતે જમીનનો સ્પર્શ તો ચાહીને જ કરવામાં આવે છે. એટલે એ પણ પરિગ્રહ બને જ..
(૯) સાંભળ્યું છે કે પશુ-પક્ષીઓએ નહિ બોટેલું એઠું નહિ કરેલું) એવું જ પાણી દિગંબરસાધુઓ વાપરે છે. હવે એવું પાણી બધે તો શી રીતે મળે? એટલે જ્યારે વિહારો કરવાના હોય, ત્યારે સૌ પ્રથમ ગાડી મોકલીને ઠેર ઠેર તપાસ કરાવડાવવી પડે, જ્યાં
જ્યાં એવું પાણી ન મળે, ત્યાં બીજા સ્થાનોમાંથી પાણી મંગાવવું પડે... આ બધા માટે સેંકડો કિ.મી. ગાડી દોડે એ કેટલો બધો મોટો દોષ !
આવી તો અનેક બાબતો છે. આપણો સિદ્ધાન્ત બહુ જ સ્પષ્ટ છે કે મૂછ-મમત્વ એ જ પરિગ્રહ છે. મૂછ હોય તો તદન ભિખારીમાં ભિખારી પણ પરિગ્રહવાળો છે.
મૂછ ન હોય તો ઘણી સામગ્રીવાળો જીવ પણ અપરિગ્રહી છે. | દિગંબરના મતમાં તો ગૃહસ્થલિંગસિદ્ધ નામનો ભેદ મળશે જ નહિ. કેમ કે એની પાસે તો પરિગ્રહ છે જ, વસ્ત્ર, ધન, ઘર, વગેરે બધું જ છે. શ્વેતાંબરમતમાં આ વાંધો નથી. કેમકે આ બાહ્યપરિગ્રહ હોવા છતાં પણ ભાવધારામાં ચડેલા જીવને મમત્વનો વિચ્છેદ થઈ જાય એટલે કૈવલ્યની - મોક્ષની પ્રાપ્તિ સુલભ છે.
જેમ દિગંબરો તીર્થકરોના, જિનકલ્પીઓના આચારને પકડી રાખીને કદાગ્રહી ------------------------ ૨૫૯ ------------------------