________________
મહાવતો જા
જા જા
-
(૫) દિગંબરો તો માત્ર વગેરે કરવા માટેના પ્યાલા પણ ન રાખી શકે ને ? કેમકે એ પણ પરિગ્રહ કહેવાય. હવે ચોમાસામાં ચારેબાજુ નિગોદાદિ હોય, એ વખતે તેઓ પ્યાલા ન હોવાથી નિગોદ ઉપર ચાલીને જ એકાંતસ્થાનમાં જશે અને ત્યાં ઠલ્લે-માત્રુ જઈ આવશે. - પ્યાલો હોય તો એમાં માત્ર કરીને પરઠવી શકાય, એ માટે દૂર સુધી જવું ન પડે. પણ પ્યાલો ન હોય તો સીધા માત્રુ જવા દૂર જવું પડે. એટલે નિગોદાદિની વિરાધના થાય.
વળી બહાર વરસાદ ચાલુ હોય તો પ્યાલામાં માત્ર જઈને વરસાદ બંધ થાય એ પછી પરઠવવા જઈ શકાય. એટલે વરસાદની વિરાધના ઓછી થાય. જેની પાસે પ્યાલો જ નથી, તેણે તો ચાલુ વરસાદે માત્રુ જવું પડશે. આમ વિરાધના વધશે.
આ જ વાત સ્પંડિલ માટે પણ સમજી લેવી.
(૬) કોઈ દિગંબર સાધુ માંદો પડે, ઉભો પણ ન થઈ શકે... એ વખતે એને ગોચરી-પાણી-ઔષધ વગેરે કોણ લાવી આપે? કેવી રીતે લાવી આપે? સાથેના સાધુઓ પાસે પાત્રા તો છે નહિ, એટલે તેઓ તો આ માંદા સાધુ માટે ઔષધાદિ કેવી રીતે લાવે?
એ વખતે ગૃહસ્થોએ જ એ સાધુ માટેની બધી વસ્તુ સાધુ પાસે વાસણોમાં લાવવી પડશે, એમાંથી એ માંદો સાધુ વસ્તુઓ લેશે અને વાપરશે.
આમ આડકતરો તો વાસણોનો ઉપયોગ પણ થઈ જ ગયો. વળી આ રીતે ગૃહસ્થો સામેથી ગોચરી લાવે એટલે અભ્યાહત, સ્થાપના વગેરે દોષો પણ લાગે જ.
(૭) દિગંબર સાધુઓ રસ્તામાં વિહાર કરે, ત્યારે એમની નગ્નતાને લીધે લોકો મશ્કરી કરે, કદાચ પરેશાન કરે અને મારે પણ ખરા. આ બધી શાસનહીલના તો ઘણું મોટું નુકસાન છે.
(૮) રસ્તામાં લોકોની હેરાનગતિથી બચવા માટે પ્રાયઃ એમણે સાથે અમુક માણસો રાખવા પડે છે. હવે જો વસ્ત્ર એ પરિગ્રહ છે, તો આ રીતે માણસો રાખવા એ પરિગ્રહ નથી?
પ્રશ્ન : આ માણસો તો હેરાનગતિ ન થાય એ માટે રાખેલા છે, રાગ ભાવથી નહિ?
ઉત્તર : તો વસ્ત્રો પણ ઠંડી વગેરેથી આર્તધ્યાનાદિ ન થાય, એ માટે જ રાખેલા છે. એમાં કંઈ વસ્ત્ર પર રાગ નથી.
પ્રશ્ન : ભલે વસ્ત્ર પર રાગ ન હોય, પણ શરીર ઉપર તો રાગ છે જ ને ? તો જ એની રક્ષા માટે કપડા રાખવા પડે ને ?
ઉત્તર : એમ તો દિગંબરો ભલે ને સાથે રાખેલા માણસો ઉપર રામવાળા ન હોય, પણ તેઓ પણ પોતાના શરીર પર તો રાગવાળા જ ગણાશે ને ? માટે જ એની રક્ષા માટે માણસો રાખવા પડે છે ને ?
જ
છે કે જે લોકો
જે
(૨ ૫૮
-
--------------