________________
મહાવ્રતો
કરતો જ રહે. નિર્દોષ ગોચરી પણ તીવ્ર આસક્તિભાવથી પ્રેરાઈને વાપરે, એ માટે જાતજાતની ભાત-ભાતની આઈટમો વહોરી લાવે, એમાં સ્વાદ માણવા માટેના બધા પ્રયત્નો કરી છૂટે... આવું જો કંઈપણ થાય તો એ બધું ઉન્માર્ગ અપવાદનું સ્વરૂપ છે.
પ્રશ્ન : તમે દિગંબરમતની વાત કરી પણ ખરેખર તો અમને એમની વાત સાચી લાગે છે. તેઓ તદ્દન નિર્વસ્ત્ર રહી શકે છે, એ એમની મહાનતા છે. ઠંડી-ગરમી કેટલી બધી સહન કરે છે ! આપણે વસ્ત્રો વાપરીએ છીએ, એટલે આપણે નબળા તો ખરા જ. આપણે દુઃખોના ત્રાસથી વસ્ત્રો-પાત્રાઓ વાપરીએ છીએ, એ આપણો દોષ જ છે. તેઓ તો દુ:ખોને સહન કરે છે... એટલે જ આપણા કરતા તેઓ મહાન નથી લાગતા શું ? ઉત્તર : આર્ય પ્રભવસ્વામીએ જેમ બ્રાહ્મણ શય્યભવને કહેવડાવ્યું કે ‘“અો છું તત્વ ન જ્ઞાયતે પરં'' એવું જ કંઈક કહેવાનું મન થાય છે. તમે સાચુ તત્ત્વ સમજ્યા નથી, માટે જ આ મુશ્કેલી ઉભી થઈ છે.
ખરી હકીકત જાણવી હોય તો આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, અધ્યાત્મમત પરીક્ષા... સ્યાદ્વાદ રત્નાકર... આ બધા ગ્રન્થોનું ઉંડાણથી રિશીલન કરવું પડે. છતાં તેં પ્રશ્ન પૂછ્યો જ છે, તો કેટલીક મહત્ત્વની બાબતો તને દર્શાવું.
(૧) કપડા ન પહેરવા અને પાત્રાદિ ન રાખવાથી જો દિગંબરો મહાન બનતા હોય, તો વિશ્વમાં કરોડો પશુઓ કપડા પહેરતા નથી, પાત્રાદિ રાખતા નથી. રે ! દિગંબરો તો હજી મકાનાદિમાં રહેતા હશે. જ્યારે કરોડો પશુઓ તો જંગલમાં રહેનારા છે. કોણ મહાન ? એ કરોડો પશુઓ ? એ બધા વંદનીય બનશે ? મોક્ષમાર્ગના આરાધક ગણાશે ?
૩૫૦ ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજી કહે છે કે
“જો કષ્ટે મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો.
ભાર વહે ને તાડવે ભમતો, ખમતો ગાઢ પ્રહારો.”
જો કષ્ટો સહન કરવા માત્રથી જ મુનિ મોક્ષમાર્ગનો આરાધક બનતો હોય, તો તો એ બળદ બને એ વધુ સારું. કેમ કે એ ભાર વહન કરે છે, તડકે ભમે છે અને ગાઢ પ્રહારો સહન કરે છે.
(૨) દિગંબરો ઠંડી સહન કરી શકે તો તો બરાબર. પણ જેઓ ઠંડી સહન ન કરી શકે એમના માટે સારો ઉપાય કયો ? સહન ન થાય તો પણ આર્તધ્યાન કરીનેય સહન કરવું એ ઉપાય તો ખોટો જ છે. કેમકે આર્તધ્યાનયી તો પુષ્કળ પાપ બંધાય. એ વખતે મરણ થાય તો દુર્ગતિ થાય. આયુષ્યનો બંધ થાય તો દુર્ગતિનું આયુષ્ય બંધાય.
હવે બે ઉપાયો બાકી રહે છે. કાં તો વસ્ત્રો વાપરવા. કાં તો તાપણું ક૨વું. તમે
* ૨૫૬*****
XX