________________
મહાવ્રતો
ન
(ડ)
માટે સાધુ મોંઘી બોલપેન પણ વાપરે. એમાં એ બોલપેનના દેખાવાદિ પ્રત્યે કોઈ રાગ ન હોય. માત્ર એનો સારી રીતે ઉપયોગ કરવાનો જ આશય હોય તો સાધુ નિર્દોષ જ છે. ઉપાશ્રયમાં રહેલી અમુક પાટોમાં ક્યાંય કાણા-ખાંચા ન હોય. એટલે એમાં જીવો ભરાઈ જવાની સંભાવના ન હોય... આવા પાટ-ટેબલ માટે સાધુ આગ્રહ રાખે. બીજી પાટો કે ટેબલોમાં ઝૂષિરતાદિને કારણે જીવવિરાધનાની સંભાવના હોવાથી સાધુ, તેની ના પાડે... તો એમાં પણ સાધુને પુદ્ગલરાગ નથી, મિલનરાગ નથી, પણ સંયમરાગ છે... માટે એમને દોષ નથી.
(a) માતા-પિતા પોતાના ઉપકારી છે, એટલે એ ઉપકારનો બદલો વાળવા માટે સાધુ એમને હિતશિક્ષા આપે, ગુરુની સંમતિ લઈ એમને ધર્મમાર્ગે વાળવા પ્રયત્ન કરે. એમાં સ્નેહરાગ નહિ, પણ ઉપકારીના ઉપકારનો બદલો વાળવાની જ એકમાત્ર ભાવના હોય, એ માટે જરુર પડે તો વૃદ્ધ માતા-પિતાને સમાધિ આપવા તે સંઘમાં જઈને રહે, એમને રોજ હિતશિક્ષા આપે... આ બધું એ માત્ર ને માત્ર શુભભાવથી કરતો હોવાથી સ્વજનો પ્રત્યેના મમત્વભાવવાળો ન ગણાય.
(ત) પોતાનો શિષ્ય ખરેખર ઉત્કૃષ્ટ આરાધના કરે, ખરેખર જોરદાર સ્વાધ્યાય તપાદિ કરે, અને એટલે ગુરુ એની ભરપૂર પ્રશંસા કરે. વળી, ગુરુનો સ્વભાવ જ એવો હોય કે સ્વશિષ્ય કે પરશિષ્ય... કોઈના પણ સદ્ગુણો જોઈને એક સરખો હર્ષ થતો હોય, પારકાની પણ પ્રશંસા તેઓ સરળભાવે બે મોઢે કરી શકતા હોય.... તો એમણે કરેલી શિષ્યપ્રશંસા પણ ધર્મરાગના પાયા ઉપર ઉભી થઈ હોવાથી કોઈ જ દોષ નથી. આ અમુક દૃષ્ટાન્તો આપ્યા. આ બધાનો સાર એ કે
ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ સંયમપાલન માટે, આત્મવિરાધના અટકાવવા માટે, શાસનહીલના અટકાવવા માટે, મોક્ષસાધના માટે જરુરી એવા શરીરને ટકાવવા માટે... આવા આવા પુષ્ટ કારણોસર, રાગદ્વેષ વિના યતનાપૂર્વક વસ્તુઓ વધા૨ે ૨ાખે કે સારી વસ્તુ રાખે, નબળી વસ્તુઓ ન સ્વીકારે... તો પણ એમને પાંચમા મહાવ્રતનો કોઈ જ દોષ લાગતો નથી.
આ રીતે આપણે પરિગ્રહ મહાવ્રતમાં શુદ્ધ અપવાદ જોઈ ગયા. આમાં પણ નિરતિચાર ઉત્સર્ગ વગેરે છ ભેદ સમજી લેવા એમાં શાસ્ત્રાજ્ઞા મુજબ સાધુઓ ૧૪ જ ઉપકરણ વાપરે, સાધ્વીજીઓ ૨૫ જ ઉપકરણ વાપરે... એમાં ક્યાંય મમત્વ ન રાખે. એ બધા ઉપકરણોને સંયમની સાધના માટે જ ઉચિત રીતે વાપરે... તો આ નિરતિચાર ઉત્સર્ગ છે.
૨૫૪
XXXXX