________________
સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત
પાસે ન જવાનું કહેવું, આ બધામાં ‘પોતાના ભક્તો બીજાના બનવા ન જોઈએ' એવો મલિનભાવ જો ન હોય, માત્ર ને માત્ર એ જીવોને ઉન્માર્ગથી બચાવવાનો જ કરુણાસભર આશય હોય તો કોઈ જ દોષ નથી.
**
(ચ) પોતાનું જ છપાયેલું પુસ્તક પોતે વાંચે પણ એ એટલા માટે કે (૧) એમાં કોઈ ખોટી પ્રરૂપણા તો થઈ નથી ગઈ ને ? એ ચકાસણી કરવી હોય. (૨) એ પદાર્થોનું પુનરાવર્તન કરવા દ્વારા એમને દઢ કરવાની ઈચ્છા હોય, (૩) એ વાંચનથી પોતાને સારા ભાવો જાગતા હોય... તો આ માટે પોતાનું જ પુસ્તક વારંવાર વાંચે તો પણ કોઈ જ દોષ નથી.
(છ) પ્રકાશવાળા સ્થાનમાં સ્વાધ્યાય સારો થાય, જીવદયા સહજ રીતે પળાય... એ માટે કોઈ સંયમી એ સ્થાનનો ઉપયોગ કરે. એમ કોઈને અતિગરમી સહન થતી ન હોય, પુષ્કળ પરસેવો થતો હોય... તો આ માટે તે તે સ્થાન માટે તેઓ અપેક્ષા રાખે છતા નિર્દોષ છે. કેમ કે સંયમાદિપાલનના શુભાશયથી જ તેઓ આ પ્રમાણે કરે છે.
(જ) શારીરિક નબળાઈ વગેરેના કારણે કોઈક સાધુ ગોચરીપાણી ન લાવી શકે, એટલે એ બીજા કાર્યો જ કરે. માનસિક દોષો ઉભા થતા હોવાથી એનાથી બચવા માટે
સાધુ ગોચરીની ના પાડે... આ બધામાં તે અમુક અમુક જ કામ કરવાનું સ્વીકારે છે. પણ એની પાછળ કોઈ મમત્વભાવ નથી, માટે દોષ નથી.
(ઝ) માગશર-પોષની ભયંકર ઠંડીમાં જો કામળી ન હોવાદિ કારણોસર રાત્રે આરામ ન થાય તો આખા દિવસની બધી જ આરાધના બગડે, આર્તધ્યાન થાય. એટલે સાધુ આરાધનાની રક્ષા કરવા માટે અને આર્તધ્યાન અટકાવવા માટે પશ્મીના વગેરે કામળી રાખે. શિયાળા સિવાય એનો ઉપયોગ ન કરે... તો સાધુ નિર્દોષ છે.
(ટ) પોતે જે ગ્રન્થોની નોટો બનાવેલી હોય, તે ગ્રન્થોના ભાષાંતરાદિવાળા પુસ્તકો છપાયા ન હોય. અથવા તો એ પુસ્તકો છપાયા હોય તો પણ એમાં સ્પષ્ટ ન થયેલી ઘણી બધી બાબતો પોતે નોટમાં લખી હોય. એ ગ્રન્થ અઘરો હોવાથી ભવિષ્યમાં ભણાવવા માટે એ નોટનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય... આ બધા કારણોસર ઈચ્છા ન હોવા છતાં પણ સાધુ એ નોટો સાચવે. શક્ય હોય જ્ઞાનભંડારમાં જમા કરાવી દે, જેથી પોતે પરિગ્રહ રાખવો ન પડે અને ભવિષ્યમાં જ્યારે જરુર પડે ત્યારે એ નોટો મેળવી શકે. પણ જ્ઞાનભંડારવાળા એ નોટો રાખવા તૈયાર ન થાય, તો છેવટે પોતાની પાસે જ જે ખરેખર જરુરી હોય, એટલી જ નોટો રાખે, બીજી બધી પરઠવી દે. આ રીતે કરવામાં સાધુને દોષ નથી.
(ઠ) કોઈક સાધુને ઘણું બધું લખાણ કરવાનું હોય, સાદી-સસ્તી બોલપેનોથી લખાણ કરવું અઘરુ પડે. હાથ દુઃખવા લાગે. એટલે ઝડપથી લખી શકાય અને હાથ ન દુ:ખે એ બધા
૨૫૩