________________
–ઓ...વૃિતઓ...જાતઓ...માવો... **
(૪) ભાવથી : હું ચોરી અંગેના રાગદ્વેષાદિ પ્રમાદો નહિ સેવું
પંચમ મહાવ્રત :
(૧) દ્રવ્યથી : હું સચિત્ત, અચિત્ત કે મિશ્ર કોઈપણ વસ્તુનો પ્રમાદથી પરિગ્રહ નહિ કરું. (૨) ક્ષેત્રથી : હું આખાય લોકમાં ક્યાંય પણ કોઈપણ ક્ષેત્રનો પ્રમાદથી પરિગ્રહ નિહ કરું. અર્થાત્ કોઈપણ ક્ષેત્રમાં રહેલી વસ્તુ ૫૨ મમત્વ નહિ કરું.
(૩) કાળથી : હું કોઈપણ કાળે કોઈપણ વસ્તુમાં મમત્વ નહિ કરું. અથવા તો હું દિવસરૂપી કાળ પર કે રાત રૂપી કાળ પર મમતાવાળો નહિ બનું.
(૪) ભાવથી : પરિગ્રહ અંગેના રાગાદિ પ્રમાદોને હું નહિ સેવું.
આમ દરેકે દરેકમાં પ્રમાદની જ - રાગદ્વેષાદિની જ બાધા લેવામાં આવી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળનો ઉલ્લેખ તો માત્ર સમજણ પૂરતો છે. એ રાગદ્વેષાદિ શેમાં થઈ શકે ? એ પદાર્થની સ્પષ્ટતા માટે જ છે.
ખૂબ ઉંડાણપૂર્વક આ બધા પદાર્થો વિચારવા.
પ્રશ્ન : તમે ષટ્કાયની જ હિંસાની બાધા કેમ લીધી ?
ઉત્તર ઃ હિંસા તો જીવની જ થાય ને ? એટલે છકાય સંબંધી સઘળા જીવની પ્રમાદથી હિંસા ન કરવાની બાધા લીધી છે.
પ્રશ્ન : પણ કોઈ દોરડાને સાપ સમજીને લાકડીઓ મારે, થાંભલાને ચોર સમજીને ઘા કરે તો ત્યાં તો અજીવની પણ હિંસા થાય જ છે ને ?
ઉત્તર : આયુષ્યાદિ દ્રવ્યપ્રાણોનો વિયોગ એ દ્રવ્યહિંસા છે. દોરડા વગેરેમાં તો એ દ્રવ્યપ્રાણ જ નથી, માટે હિંસા જ ક્યાં છે ? હા ! મારવાના અધ્યવસાય રૂપી ભાવહિંસા
જ.
બીજી વાત એ કે વ્યવહારમાં હિંસા જીવની જ ગણાય છે, જડની નહિ.
“હું આ સાપને મારી નાંખું, હું આ ચોરને મારી નાંખું.” વગેરે વ્યવહાર થાય. પણ આ ઘડાને મારી નાંખું, હું આ દોરડાને મારી નાંખું.” વગેરે વ્યવહાર પ્રાયઃ થતો નથી. બાકી પરમાર્થ તો એ છે જ કે જીવમાં કે જડમાં જો મારવાનો અધ્યવસાય થાય તો એ ભાવહિંસા ગણાશે જ.
પ્રશ્ન ઃ માત્ર લોકમાં જ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કેમ ? શું અલોકમાં હિંસા ન કરવાની પ્રતિજ્ઞા નથી લેવાની ?
ઉત્તર ઃ અલોકમાં જીવ જ નથી, એટલે ત્યાં હિંસાનો સંભવ નથી. અલોકમાં આપણે જઈ શકતા નથી, એટલે આપણે પણ ત્યાં જઈ શકવાના જ નથી. એટલે પ્રસિદ્ધ વ્યવહારને અનુસારે આ પ્રતિજ્ઞા લીધી છે. બાકી તો શત્રુ ઉપર ગુસ્સે થયેલો જો કોઈ
૨૬ ૩