________________
ના - - - - - સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત કે ૯-૯-૯-૦૯--- જ કહો કે પકાયની ઘોરહિંસા થાય એવું તાપણું સારું? કે વસ્ત્રો વાપરવા યોગ્ય ? હવે જો કોઈક દિગંબરો તાપણું કરાવે, તો શું એ યોગ્ય ગણાશે ?
(૩) “તીર્થકરો અને જિનકલ્પીઓ વસ્ત્ર-પાત્રાદિ રાખતા નથી, માટે આપણે પણ એ બધુ ન રાખવું” આવું જો માનવાનું હોય તો મુગ્ધતા છે. આ તો “ક્ષમ ચત્તા હંસ શી રાત'' કાગડો હંસની જેમ ચાલવા જાય, તો પગ તૂટી જાય. એમ છેલ્લા સંઘયણ વાળાઓ પહેલા સંઘયાદિવાળાઓની જેમ ચાલવા જાય તો હેરાન જ થવાના.
“લાંબા ભેગો ટુંકો જાય, મરે નહિ તો માંદો થાય” આ કહેવત અહીં બરાબર બંધબેસતી છે. વળી મહત્ત્વની વાત તો એ કે તીર્થંકરો પણ વસ્ત્રાધારી હતા. જિનકલ્પીઓ પણ ત્રણ ત્રણ વસ્ત્રોના ધારક પણ હોઈ શકે છે, તથા જો તેઓ પાસે વિશિષ્ટ લબ્ધિ ન હોય તો તેઓ પણ પાત્રાદિ રાખે જ છે. પણ આ બધી વાત દિગંબરો સ્વીકારતા જ નથી. *
આશ્ચર્ય તો એ છે કે તીર્થકરો, જિનકલ્પીઓ શું મોરપીંછ રાખતા હતા? કમંડલુ રાખતા હતા? ચશ્મા રાખતા હતા? વિહારમાં માણસો રાખતા હતા? ગાડી સાથે રાખતા હતા?.. એવી તો સેકડો બાબતો છે કે જેને તીર્થકરો આચરતા ન હતા, છતાં દિગંબરો તો એ આચરે જ છે. તો માત્ર વસ્ત્ર-પાત્ર જ ન વાપરવા માટેનો કદાગ્રહ શેના માટે ?
(૪) પાત્રા ન હોવાથી જુદા જુદા ઘરેથી થોડું થોડું વહોરવું શક્ય ન બને, એટલે એક જ જગ્યાએ પોતાના માટે બધી વસ્તુ બનાવડાવવી પડે, એ જ વહોરવું પડે અને એ જ વાપરવું પડે. આ રીતે પુષ્કળ જીવવિરાધના કરાવવી પડે... એ શું માન્ય છે ? આ હિંસા થાય તો પહેલા મહાવ્રતનો ઘાત ન થાય?
પ્રશ્ન : પણ એ તો અપવાદ હોય ને? તમે જ તો બધા અપવાદ બતાવ્યા છે. વળી શ્વેતાંબરો પણ આધાકર્માદિ વાપરે જ છે ને ? તો અમે પણ અપવાદમાર્ગે આધાકર્મી વાપરીએ તો શું વાંધો ? ઉત્સર્ગ માર્ગે હિંસા ન કરાય, એ કબુલ ! પણ અમે તો અપવાદમાર્ગે આ હિંસા કરાવીને દોષિત વાપરીએ છીએ. માટે અમને દોષ ન લાગે.
ઉત્તર : શાબાશ ! જો પહેલા મહાવ્રતમાં અપવાદ હોય, હિંસા કરવા છતાં દોષ ન લાગે એ માન્ય હોય તો પાંચમાં મહાવ્રતમાં પણ અપવાદ હોય ને ? ઉત્સર્ગ માર્ગે વસ્ત્રો ન રાખવા, પણ અપવાદમાર્ગે વસ્ત્ર રાખીએ તો દોષ ન જ લાગે.
અમે તો આ વાત માનીએ જ છીએ. એટલે જ અમે અપવાદ માર્ગે દોષિત ગોચરી વાપરવામાં દોષ માનતા નથી. પણ આ વાત તમને માન્ય છે ? પહેલાં મહાવ્રતમાં અપવાદ માનવો. પાંચમાં મહાવ્રતમાં અપવાદ ન માનવો... આ બધું તમે કયા આધારે માનો છો ?