________________
સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત
ઉત્સર્ગમાર્ગની આરાધના કરતા કરતા પણ ક્યારેક તે તે વસ્તુમાં સંજ્વલનરાગ પ્રગટી જાય, મમત્વ જાગી જાય... તો એ સાતિચાર અપવાદ બને.
ઘણા મોટા નુકસાનો આવે તો પણ જે ઉત્સર્ગને પકડી રાખે તે ઉન્માર્ગ ઉત્સર્ગ !
દા.ત. અતિશય ઠંડીમાં સાધુ થરથર ધ્રૂજે, ૧૦૫ ડીગ્રી તાવમાં સાધુને ભયંકર ઠંડી લાગે... એ વખતે આર્તધ્યાન પણ થાય. કદાચ મોટા નુકસાનોની પણ સંભાવના હોય છતાં “ભગવાને ધાબડા વાપરવાની ના પાડી છે, તો હું ધાબડા નહિ જ વાપરું. બસ, માત્ર બે કપડા અને એક કામળીથી જ ચલાવી લઈશ... જે થવું હોય તે થાય.” એમ જડતાને ધારણ કરે, તો આ ઉન્માર્ગ ઉત્સર્ગ બની જાય.
એમ વર્તમાનમાં ક્ષયોપશમની મંદતાદિને કારણ પુસ્તકાદિનો વપરાશ લગભગ અનિવાર્ય છે. છતાં સાધુ વિચારે કે “શાસ્ત્રોએ તો પુસ્તકાદિ વાપરવાની ના પાડી છે. એમાં સંયમવિરાધના વગેરે ઢગલાબંધ દોષો દર્શાવેલા છે. માટે મારે તો કોઈપણ ભોગે પુસ્તકો વાપરવા જ નથી. હું બધું મોઢે મોઢે જ ભણીશ.”
હવે આ રીતે એની જ્ઞાનવૃદ્ધિ અટકે, પ્રત-પુસ્તકાદિ વિના મોઢે મોઢે જ ભણવું અઘરું પડે, ન ભણી શકે, પરિણામે સંયમપરિણિત પણ ઘટતી જાય... આ બધા જ નુકસાનો સ્વીકારીને પણ પોતે ૧૪ વસ્તુથી વધારે ન રાખવાનો નિયમ પકડી રાખે... એ ઉન્માર્ગ ઉત્સર્ગ છે.
આવું બીજું પણ સ્વયં વિચારી લેવું.
દિગંબરો ઉન્માર્ગ-ઉત્સર્ગની ચરમસીમાને પામેલા છે. એક પણ વસ્ત્ર નહિ, એક પણ પાત્ર નહિ... એના કારણે સંયમસંબંધી ઢગલાબંધ દોષો લાગવા છતાં પણ એ મોટા નુકસાનો વેઠીને પણ તેઓ આ પરિગ્રહ સ્વીકારવા તૈયાર નથી. દેખાવમાં સારો લાગતો એમનો ઉત્સર્ગ સ્પષ્ટપણે ઉન્માર્ગરૂપ છે. એ બધા જ જાણે છે.
પણ, આપણા જીવનમાં પણ આવા કોઈ ઉન્માર્ગ-ઉત્સર્ગ ઘૂસી નથી ગયાને ? એની તપાસ કરવી. બીજાના દોષો જલ્દી દેખાય, જાતના દોષો બિલકુલ ન દેખાય... એ જીવની વિચિત્રતા જ છે. આપણે એ વિચિત્રતાનો ભોગ ન બનીએ, એ કાળજી રાખવી.
નિરતિચાર અપવાદ એ છે કે ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક વધારે વસ્તુ રાખે... (આ બધી વાત પૂર્વે કરી જ ગયા છીએ.)
સાધુ પુષ્ટકારણસર જ પરિગ્રહ કરે, છતાં એમાં અયતના થઈ જાય, સંજ્વલનનું મમત્વ જાગી જાય, રાગ થઈ જાય... પણ એ સંજ્વલનના હોવાથી જ સંયમપરિણામ ખતમ ન થાય... આ સાતિચાર અપવાદ છે.
સાધુ કારણ વિના જ માત્ર તીવ્રરાગભાવથી પ્રેરાઈને જાતજાતની વસ્તુઓ ભેગી
૨૫૫૪