________________
- ------------------૯ મહાવતો --- -- ------------- “આવા રસ્તાઓ ઉપર મમત્વ છે” એની નિશાની એ કે જ્યારે ખરાબ રસ્તાઓ પર ચાલવાનું આવે ત્યારે ખેદ થાય. “પેલા રસ્તા ખૂબ સારા હતા.” એવો વિચાર તરત મનમાં પ્રવેશે. એમ પહેલા ખૂબ સારા રસ્તા પણ પાછળથી વરસાદાદિને કારણે તૂટી જાય અને ત્યાં વિહાર કરવાનો અવસર આવે ત્યારે પણ આવા વિચારો આવે કે “પહેલા તો આ રસ્તા ઘણા સારા હતા, આ હવે વરસાદાદિના કારણે બગડી ગયા...... આ બધાથી એ સાબિત થાય કે એ સારા-મજાના રસ્તાઓ ઉપર પણ મમત્વ હતું.
(દ) કોઈકને વળી અમુક પાટ, અમુક ટેબલ, અમુક ખુરશી ખૂબ જ ફાવી જાય. પાટ પહોળી અને લાંબી હોય, સનમાઈકાદિવાળી હોય, ટેબલ પણ બધી રીતે સારું હોય, ખુરશી ખૂબ અનુકૂળ હોય... એટલે મનમાં એ ઘુંટાઈ જાય કે “મારે આ જ પાટ, ટેબલાદિ વાપરવા.” અને આ મમત્વને કારણે પોતાની પાટ બીજાને આપી ન શકે અદલાબદલી પણ કરી ન શકે, જો પોતાનું ટેબલ કોઈ લઈ લે તો સહન ન થાય. એ જ ટેબલ મેળવવાનો આગ્રહ મનમાં ઊભો થાય. કદાચ એ ટેબલ ઉપર નિશાની પણ કરી દે, જેથી એ “પોતાનું છે” એવું સ્પષ્ટ થાય, દઢ થાય. એ ટેબલાદિ ન દેખાય તો મનમાં ધ્રાસ્કો પડે કે “કોણ લઈ ગયું હશે ?”
આ બધા પણ મમત્વના જ પ્રકારો છે.
(ધ) તે તે ગ્રન્થો ભણતી વખતે ઘણી મહેનત કરીને નોટો તૈયાર કરી હોય, કાળી-ભૂરીલાલ બોલપેનોનો વપરાશ કરીને સુંદર મરોડવાળા અક્ષરો સાથે એમાં લખાણ કર્યું હોય, કોઈપણ જૂએ તો એને ગમી જાય એવા કલરવાળું, સુંદરતાવાળું, છૂટા-છૂટા અક્ષરોવાળું એ લખાણ હોય... આ નોટ સાચવી રાખવાનું મન થાય, એટલે જ એનો પરિગ્રહ કરવા માટે એના પોટલા બનાવવામાં આવે. એમાં પોતે તૈયાર કરેલી આવી દસ-વીસ-ત્રીસ નોટો સંઘરી રાખે. જયારે પણ મહિને, ચાર મહિને, વર્ષે એ પોટલા ખોલે, ત્યારે એ બધી નોટો પાછી જૂએ. એટલે જ એ નોટો કોઈ કામની ન હોય, એ નોટોનો જે વિષય હોય એના ઢગલાબંધ પુસ્તકો પણ છપાઈ ગયા હોય, છતાં એ નોટોને પરવી ન શકે. એ પોટલાનું વિસર્જન કરી ન શકે. કોઈક સમજાવે તો પણ એની વાત સ્વીકારી ન શકે. સામે દસ બહાના કાઢીને પણ એ નોટોને જીવતી રાખે. એમાં વળી જો પોટલાઓની હેરાફેરી કરવાદિ કાર્યોમાં ક્યાંક પોટલું ખોવાઈ જાય, તો આઘાતનો પાર ન રહે. પોટલું શોધવા માટે પુષ્કળ પ્રયત્ન કરે. મોઢામાંથી ખેદના શબ્દો ટપક્યા જ કરે કે “મારી નોટો ગઈ. એરેરે ! કેટલી બધી મહેનત કરેલી મેં ! હવે શું થશે ?...”
આ બધું પણ પરિગ્રહદોષનું પાપ છે.
(૫) કોઈકને વળી ઓઘાની દશીઓ ઉપર રાગ થાય. દશીઓ એકદમ નવી હોય, સફેદ-સફેદ હોય, વધુ પ્રમાણમાં હોવાથી ભરાવદાર હોય, સુંવાળી હોય, દુર્લભ હોય... -------------------------- ૨૫૦ -૯-૦૯-૦૯ - - - - - - - - - - - -