________________
૨૯ ૯૯ ૯ ૨૦ ૨ ૨૯
૯ ૨૯ - ૧૯
મહાવ્રતો
જ ૯-૧૯૯૯૯૯૯
પ્રશંસા કરે કે “તમે મસ્ત પુસ્તક લખ્યું છે” તો રાજી થવું, પણ જો એ ભૂલો કાઢે, ક્ષતિઓ દર્શાવી અણગમો સૂચવે તો આઘાત લાગી જવો, એ વ્યક્તિ ઉપર જ અણગમો થઈ જવો... “એ છે જ દોષદષ્ટા ! કોઈના ગુણો જોતા એને આવડતું જ નથી” એમ એ વ્યક્તિના દોષો કાઢતા થઈ જવું, પોતાની પાસે આવેલાઓ જો બીજાઓના પુસ્તકાદિની પ્રશંસા કરે, તો અંદરખાને એ સાંભળવું ન ગમે, એ સાંભળવામાં રસ ન પડે, “તમે આ મોટું પુસ્તક વાંચો, તમે બધા પુસ્તકો ભૂલી જશો. દેવ-ગુરુ કૃપાથી અવ્વલ નંબરનું પુસ્તક લખાયું છે...” એમ પોતાના પુસ્તકની જાહેરાત પોતાના જ મોઢે કરવાની હાસ્યાસ્પદ પ્રવૃત્તિ કરવી... આ બધું જ પોતાના પુસ્તક, પોતાના લખાણ, પોતાના ચિંતન પ્રત્યેનું મમત્વ એ પણ અપરિગ્રહ મહાવ્રતનો ભંગ છે.
(ઝ) પોતાની અધ્યાપનશક્તિ, વ્યાખ્યાનશક્તિ ઉપર મમત્વ થવું. “મારા જેવું કોઈ ન ભણાવે. હું જે રીતે પંક્તિઓ ખોલું, એમાંથી રહસ્યો કાટું, ભણાવવામાં તલ્લીન બનું છું... એવું તો કોઈ નહિ ભણાવતું હોય.” “મારું વ્યાખ્યાન પણ એવું જ ! કોઈ આડી-અવળી વાત નહિ. આત્માની-તત્ત્વની-શાસ્ત્રની જ વાતો ! લોકો સ્તબ્ધ થઈ જાય છે. દૂર દૂરથી મારા વ્યાખ્યાન સાંભળવા માટે લોકો દોડી આવે છે. ઉપાશ્રયોના હોલ નાના પડે છે. સેંકડો હજારો લોકોને મેં ધર્મમાર્ગે વાળ્યા છે.”
આ મમત્વભાવ હોય એટલે જ જો કોઈ નવો અધ્યાપક સાધુ વધુ જોરદાર ભણાવતો હોય, બધા એની પાસે ભણવા માટે જતા હોય, તો એ બધું ન ગમે, એ નવા અધ્યાપક પ્રત્યે ઈર્ષા જાગે. એના દોષો કાઢવાનું મન થાય. “એ નવો અધ્યાપક તો ચાલુ પાઠમાં આડીઅવળી વાતો ઘણી કરે છે. એ બધું બરાબર નહિ. પાઠ તો સીધે-સીધો ચાલવો જોઈએ. વળી એની પાસે અનુભવ ઓછો છે. જુઓ ને, એણે આજે અર્થ બેસાડ્યો... એ તદન ખોટો છે.” વગેરે વગેરે બોલવાનું થાય... એમ બીજા વ્યાખ્યાનકાર માટે પણ આવા જ ભાવો જાગે. એના વ્યાખ્યાનની સંખ્યા ઓછી થાય, લોકોને રસ ન પડે, બે-ત્રણ જણ આવીને એ વ્યાખ્યાનની ટીકા કરી જાય... એટલે પોતાને આનંદ આવે... પણ જો બીજા વ્યાખ્યાનકારની સભા ઉભરાવા લાગે, લોકો બે મોઢે પ્રશંસા કરવા લાગે, તો દુઃખી થઈ જાય.
પોતાના અધ્યાપનની અને પોતાના વ્યાખ્યાનની પ્રશંસાના શબ્દો સાંભળવા કાન ઉત્સુક રહે, ભૂલથી પણ જો અધ્યાપન કે વ્યાખ્યાનના માટે કોઈ ટીકા કરે, ભૂલ કાઢે, સૂચન કરે તો મન બેચેન બની જાય... આ બધું જ અધ્યાપન-વ્યાખ્યાન ઉપરના મમત્વનું સૂચન છે.
(ટ) ઉપાશ્રયમાં અમુક સ્થાન ઉપર મમત્વ બંધાઈ જાય. પવનવાળી જગ્યા હોય, પ્રકાશ આવતો હોય, મુખ્ય સ્થાન હોવાથી લોકો ત્યાં વંદનાદિ માટે તરત આવતા હોય... આ બધાના કારણે એ સ્થાન ઉપર જ બેસી રહેવું. બીજુ કોઈ ત્યાં બેસવા ઈચ્છે ૨૯-૯-૯૦-૯-૯-૦૯૨૯-૯-૪-૯-૨-૨૪૮ -૯-૯-૦૯-૯-૯-૯-૪-૯-૨-૯-૯-અલગ