________________
*
* * * * * જ. મહાવતો કે
જ
જ
જ
પરિગ્રહ કરનારા મારા આત્માને હું ત્યાગી દઉં છું. હવે આનો વિસ્તારથી અર્થ વિચારીએ. તત્ત્વાર્થસૂત્રકાર પરિગ્રહની વ્યાખ્યા આપી છે. મચ્છી પરિપ્રદ: વસ્તુ ઉપરનો રાગ, મમત્વ એ મૂછ છે, એ જ પરિગ્રહ છે. દશવૈકાલિકસૂત્રમાં આ જ વ્યાખ્યા દર્શાવી છે કે “મુછી પરિઝાદો વત્તો !' આશય એ કે કોઈપણ વસ્તુ રાખવી એ પરિગ્રહ ! પણ એ દ્રવ્યથી પરિગ્રહ !
જ્યારે એ વસ્તુ પર મમત્વ બંધાઈ જવું ! આ મારું ... આ મારું ... એવી વિચારધારા ચાલવી એ ભાવપરિગ્રહ !
આપણા જીવનમાં આ પાંચમાં મહાવ્રતમાં ક્યા કયા દોષો સંભવિત છે, કે જેનાથી આ મહાવ્રતનો ભંગ થાય છે... એ હવે આપણે વિચારીએ.
(ક) શરીરનો - ચામડીનો રંગ સફેદ હોય, મોટું રૂપાળું હોય... આ બધાના કારણે પોતાના જ શરીર ઉપર રાગ થાય. “બીજા કાળા છે. હું ધોળો છું. દેખાવડો છું...” આ બધા પરિગ્રહ ! જેને આવી મૂછ હોય, એને પોતાના શરીર ઉપર મેલ બાઝે, એ ન ગમે. મેલ કાઢી નાંખવાનું મન થાય. એને તડકામાં ચામડી કાળી પડવા લાગે, એ ન ગમે. એને માથાના વાળ સફેદ થઈ જાય, એ ન ગમે. એને માથા પરના વાળ લઘરવઘર હોય, જેમ તેમ વિખરાયેલા હોય એ ન ગમે. “હું બીજાને ગમું, બીજાને અળખામણો ન બનું...” એવો ભાવ ઉડે ઉડે એના મનમાં રમ્યા કરતો હોય. આયના વગેરેમાં મુખ જોવાની પ્રવૃત્તિ થતી હોય.
આ બધું પાંચમાં મહાવ્રતના ભંગ સ્વરૂપ છે.
(ખ) બેતાલીસ દોષ વિનાની ગોચરી ! પણ સ્વાદિષ્ટ, ગરમ, મનને ભાવે એવી! પછી ભલે ને એ આંબિલના ઢોકળા જ કેમ ન હોય ? પણ એ જોઈને ખાવા માટે મન લલચાય, વધુ વહોરવાનું, વધુ મંગાવવાનું, વધુ વાપરવાનું મન થાય. એ વસ્તુ બીજાને અપાઈ જાય તો ખેદ થાય. એ વસ્તુ પોતાને જ મળે એ માટેની માયા કરવાનું મન થાય... ખાવાની કે પીવાની કોઈપણ વસ્તુ માટેની આવા પ્રકારની મનોવૃત્તિ એ પરિગ્રહ મહાવ્રતનો ભંગ છે.
(ગ) બેંડના અવાજમાં, આજુ બાજુ વાગતા મધુર સંગીતમાં, પૂજન-ભાવના વગેરેમાં પણ મીઠા અવાજે ગાનાર ગાયકના એ મધુર સ્વરમાં લીન બનવું, ડોલી ઉઠવું... એ સાંભળવામાં કોઈ વિક્ષેપ આવે તો ન ગમવો, વચ્ચે કોઈ બોલાવે કે અવાજ કરે કે લાઈટ જવાથી સંગીત બંધ થાય એ વાતનું દુઃખ થવું...
(ઘ) માતા-પિતા-ભાઈ-બહેન-મિત્રો-સ્વજનો પ્રત્યેનો સ્નેહભાવ ! તેઓ મળવા આવે
૨૯-૯----------૯-૯-૧૯૦૯- ૨૯ ૯ ૨૯
(૨૪૬
---------૦૯-૯-૯