________________
મહાવ્રતો
ઉત્તર : ના અહીં મૈથુનું અવ્રત્ત આ જ વ્યાખ્યા લેવી. પ્રમત્તયોાત્ શબ્દ અહીં લગાડવાનો નથી.
પ્રશ્ન ઃ આવું કેમ ? બીજા મહાવ્રતોમાં એ શબ્દ જોડ્યો અને આમાં કેમ નહિ ? ઉત્તર : પ્રાણાતિપાત એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય.
મૃષાવાદ એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. અદત્તાદાન એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. પરિગ્રહ એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. પણ મૈથુન તો પ્રમાદયોગથી જ થાય છે. પ્રમાદયોગ વિના નહિ. એટલે એના બે વિકલ્પો જ ન હોવાથી પ્રમત્તયોત્ શબ્દ લગાડવાની જરુર નથી.
પ્રશ્ન ઃ સ્ત્રીને તો પ્રમાદયોગ વિના પણ મૈથુન સંભવિત છે ને ? તમે જ આગળ કહી ગયા છો
ઉત્તર : હા ! પણ
(૧) એ ક્યારેક જ બને, પ્રમાદયોગ પ્રાયઃ તો એમાં આવી જ જાય.
(૨) જેમ હિંસા વગેરે દોષો પ્રમાદયોગ વિના જ કરવામાં આવે છે. કોઈ બળજબરીથી કરાવતું નથી. એવું મૈથુનમાં નથી. સ્ત્રી’પ્રમાદયોગ વિના જ સામેથી મૈથુન સેવે, એ બને જ નહિ. એ તો બળજબરીથી જ કરાવાય, ત્યારે એ શક્ય બને કે પ્રમાદ ન હોય, છતાં મૈથુન હોય.
ટુંકમાં સ્ત્રી પણ જેમ અપવાદમાર્ગે પ્રમાદ વિના હિંસાદિ સેવે, કોઈની બળજબરી વિના સેવે એ બને. પણ સ્ત્રી અપવાદમાર્ગે પ્રમાદાદિ વિના મૈથુન સેવે, કોઈની બળજબરી વિના સેવે એવું બનવાનું જ નથી. એમાં એને પ્રમાદ હોવાનો જ... એટલે આ પદાર્થમાં કોઈ વાંધો જણાતો નથી.
૨૪૪