________________
સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત
હોવાનો કે ‘મારે જીવવું છે, સાજા રહેવું છે. મરવું નથી કે માંદા પડવું નથી.' આમ એની ભાવના ખરેખર સારી - સાચી છે. એમાં કોઈ કપટ નથી. છતાં આશ્ચર્ય એ છે કે મોત અને માંદગી લાવનાર વ્યસનોને એ સેવે છે, એને છોડી શકતો નથી. કારણ ? કારણ એ જ કે એને એનું વ્યસન લાગ્યું છે. એની તલપ જાગી છે... એટલે જ મોત-માંદગી અનિષ્ટ હોવા છતાં મોત-માંદગી લાવનાર વ્યસનો તો એ સેવવાનો જ...
આ ભૂમિકા અહીં પણ શક્ય છે. કોઈપણ સંયમીને પૂછો કે “તારે ચોથું મહાવ્રત પાળવું છે ? સ્થૂલભદ્ર જેવા નિર્વિકારી બનવું છે ?” તો ખરો સંયમી બોલવાનો જ કે “હા ! મારે નિર્વિકારી જ બનવું છે. મારે મહાબ્રહ્મચારી બનવું છે. આ પશુક્રિયાઓમાં મારે મારું જીવન બરબાદ કરવું નથી જ...' આમ એની ભાવના ખરેખર સારી - સાચી છે. એમાં કોઈ કપટ નથી. છતાં આશ્ચર્ય એ છે કે વિકારો અને પશુક્રિયાઓને ખેંચી લાવનાર એવા નિમિત્તોને તો એ સેવી બેસે છે. વિજાતીય તરફ ષ્ટિ કરી બેસે છે, સજાતીયના સ્પર્શમાં ખેંચાઈ જાય છે. પ્રણીત ભોજનની જાળમાં ફસાઈ જાય છે... કારણ ? કારણ છે કુસંસ્કારો ! કુકર્મો ! કુનિમિત્તો ! એટલે જ બ્રહ્મચર્યપાલનની સાચી ભાવના હોવા છતાં બ્રહ્મચર્યભંગ કરાવનાર વ્યસનોને એ સેવી બેસે છે.
પણ જેમ આપણે એ વ્યસનીને શાંતિથી સમજાવીએ કે “જો તું વ્યસન ચાલુ રાખશે, તો મોત--માંદગી આવવાના જ. તું બચી નહિ શકે, તને કોઈ બચાવી નહિ શકે. અને, જો ! તારી નજર સામે જ તને હજારો વ્યસનીઓ મરતા-રીબાતા દેખાય જ છે. તું મક્કમ બન, અને વ્યસનોને દૂર હટાવી દે...”
એમ આપણે આપણી જાતને કેમ ન સમજાવી શકીએ ? કે “આત્મન્ ! જો તું નવવાડોનું પાલન બરાબર નહિ કરે, સજાતીય સ્પર્શ-વિજાતીયદર્શન-પ્રણીતભોજનાદિને નહિ ત્યાગે, એમાં પ્રમાદી બનીશ તો વિકારો-અબ્રહ્મદોષો ઉત્પન્ન થવાના જ. તુ નિર્વિકારી નહિ બની શકે. કોઈ તને નિર્વિકારી નહિ બનાવી શકે. શું આ તને મંજૂર છે ? તો આત્મન્ ! મક્કમ બન, અને આ વાડોનું પાલન બરાબર કરતો થઈ જા.’
આપણી સમજાવટથી જો પેલો વ્યસની સુધરે તો એની જીંદગી સુધરે, એમ આપણી સમજાવટથી આ આતમ સુધરે તો એની જીંદગી પણ સુધરી જ જાય.
અતિકપરું એવું પણ બ્રહ્મચર્ય સાવ સરળ છે, જો નવવાડોનું વ્યવસ્થિત પાલન કરાય પ્રશ્ન : જેમ બાકીના મહાવ્રતોમાં પ્રમત્તયોનાત્ પ્રાળવ્યપરોપાં હિંસા, प्रमत्तयोगादसदभिधानमनृतं....
એમ પ્રમત્તયોગાત્ શબ્દ જોડાયેલો છે, એમ અહીં પણ પ્રમત્તયોાત્ મૈથુન અબ્રહ્મ એમ સમજવાનું છે ? કે નહિ ?
* ૨૪૩****
XX