________________
સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત
જેઓ દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે મૈથુન સેવે છે, તેઓ ત્રીજા ભાંગામાં છે. જેઓ એકેય પ્રકારે મૈથુન ન સેવે, એ ચોથા ભાંગામાં ગણાય. પ્રશ્ન : વૃત્તિમાં તો કહ્યું છે કે ચોથો ભાંગો શૂન્ય છે...
ઉત્તર ઃ ‘શૂન્ય છે’ એનો અર્થ એ કે એ ભાંગામાં મૈથુનસેવન થયું છે' એવો વ્યવહાર જ થતો નથી, જ્યાં મૈથુનનો વ્યવહાર જ ન થાય, ત્યાં મૈથુનનો ચોથો ભાંગો એમ શબ્દ જ ન બોલાય ને ?
બાકી એવી અવસ્થાવાળા તો સિદ્ધો-કેવલીઓ-મહાત્માઓ મળી જ શકે છે. આ રીતે ચાર ભાંગાની પણ વિચારણા આપણે કરી.
સાધ્વીજીઓ આ મહાવ્રતનું પાલન બરાબર કરી શકે, એમને મુશ્કેલી ન પડે, એ માટે એમના આચારો ઘણી બધી જગ્યાએ સાધુઓ કરતા વિશેષ પ્રકારના દર્શાવ્યા છે. જુઓ.
(ક) સાધુઓ એક સ્થાને એક માસ રહી શકે. પણ સાધ્વીજીઓ એક જ સ્થાને બે માસ રહે... એમ શાસ્ત્રની આજ્ઞા છે. કારણ કે એક સ્થાનેથી બીજા સ્થાને જવામાં વિહારમાં સાધ્વીજીઓને બ્રહ્મચર્ય સંબંધમાં ઘણી આફતો આવવાની સંભાવના છે. દુષ્ટ પુરુષોનો ભોગ બની જવાની શક્યતાઓ છે. વળી સાધ્વીજીઓ જે સ્થાનમાં બ્રહ્મચર્ય સહેલાઈથી પાળી શકે, તેવા સુરક્ષાવાળા ઉપાશ્રયો-સ્થાનો પણ ઓછા છે. એટલે વિહારની અને સ્થાનની મુશ્કેલીઓને નજર સામે રાખીને સાધ્વીઓને યોગ્ય સ્થાનોમાં બે-બે માસ રહેવાની છૂટ આપી. જેથી વિહારો અડધા થઈ જાય અને સ્થાનો પણ અડધા જ ગોતવા પડે.
(ખ) સાધુઓએ બે-બેની સંખ્યામાં ગોચરી જવાનું. જ્યારે સાધ્વીજીઓએ ૩-૩ ની સંખ્યામાં ગોચરી જવાનું. એમાં બે પ્રૌઢ સાધ્વીઓ, ૧ યુવાન સાધ્વીજી... એ રીતે જવું. ત્યાં પણ આ જ કારણ મુખ્ય છે કે બ્રહ્મચર્યની રક્ષા ત્રણ જણ સાથે હોવાથી ઘણી રીતે થઈ શકે.
(ગ) સાધુઓ ગૃહસ્થો પાસેથી વસ્ત્ર - પાત્ર વહોરી શકે, વસતિ યાચી શકે. જ્યારે સાધ્વીજીઓને એ રજા નથી અપાઈ. એમના માટેના વસ્ત્ર-પાત્ર-વસતિ આચાર્ય કે સાધ્વીગણનાયક જ મેળવે અને એ જ સાધ્વીજીઓને આપે. ત્યાં પણ મહત્ત્વનું કારણ આ જ કે જો સાધ્વીજીઓ સીધા જ ગૃહસ્થો પાસેથી વસ્ત્રાદિ યાચે, તો દુષ્ટ ગૃહસ્થો સારું સારું આપી લલચાવે, પછી એનો ગેરલાભ પણ ઉઠાવે. (અલબત્ત આ પ્રાચીનમાર્ગ છે, હાલ તો સાધ્વીજીઓ પણ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે વહોરે છે.)
(ઘ) સાધુઓએ બહાર ઠલ્લે જવાનું છે, તે અનાપાત-અસંલોક સ્થાનમાં જવાનું છે,
*******
****