________________
સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત
જે આ બરાબર આદરશે, એ હળાહળ કળિયુગનો સ્થૂલભદ્ર મહામુનિ જ બની રહેશે. આમાં ઉપેક્ષા કરશે, એનું ચોથું મહાવ્રત મલિન બનવાનું... એનું મન ચંચળચપળ બનવાનું... એની ઈન્દ્રિયો ભટકતી બનવાની...
મૂળ વાત પર આવીએ.
વૃત્તિમાં આ અંગે ચતુર્થંગી બતાવી છે. (૧) દ્રવ્યથી મૈથુન છે, ભાવથી નથી. (૨) દ્રવ્યથી મૈથુન નથી, ભાવથી છે. (૩) દ્રવ્યથી મૈથુન છે, ભાવથી છે. (૪) દ્રવ્યથી મૈથુન નથી, ભાવથી નથી.
પ્રશ્ન : તમે તો કહ્યું કે મૈથુન રાગ વિના, વિકાર વિના સંભવિત જ નથી. તો પછી પહેલો ભાંગો શી રીતે સંભવે ? ત્યાં દ્રવ્યથી મૈથુન હોય, તો એમાં વિકાર ભાવ હોવાનો જ ને ? એના વિના આ સંભવે જ કેમ ?
ઉત્તર : મૈથુનમાં વિકાર હોય જ. એ વાત મુખ્યત્વે પુરુષની અપેક્ષાએ છે. સ્ત્રી માટે એ એકાંત નથી. કોઈ પુરુષ મૃતકસ્ત્રી સાથે પાપ કરે, તો એમાં પુરુષને રાગ છે. સ્ત્રીને નથી. રાજા ભોજે નદીના વહેણમાં પસાર થતા સ્ત્રીભૃતક પર મોહાઈને આવું પાપ કરેલું હતું.
પ્રશ્ન : આ તો પાપ સ્ત્રીનો આત્મા જ ન હોવાથી આવું બન્યું છે. એ કંઈ એ સ્ત્રીના આત્મા માટે મૈથુન જ નથી. કેમકે એ તો હાજર જ નથી. અને પુરુષને તો દ્રવ્યથી અને ભાવથી બંને રીતે મૈથુન છે. એટલે કોઈક આત્માને દ્રવ્યથી મૈથુન છે, ભાવથી નથી. એવું ન બન્યું.
ઉત્તર : વૃત્તિકાર શ્રી જણાવે છે કે કોઈ સતી સ્ત્રી હોય, દુષ્ટ પુરુષ એના પર બળજબરી કરે તો એને એ વખતે બિલકુલ વિકાર નથી... એટલે આવી સ્ત્રી માટે દ્રવ્યથી મૈથુન છે. ભાવથી નથી.
પ્રશ્ન : આવું બની શકે ? સ્ત્રીને વિકાર જાગે જ નહિ, એવું ?
ઉત્તર : આવું પ્રાયઃ ન બને. કેમકે મૈથુનનો સ્વભાવ જ એવો છે કે સ્ત્રીને કે પુરુષને એમાં રાગ જાગ્યા વિના ન રહે. સ્ત્રીની ઈચ્છા ન હોય તો પણ બળજબરી વખતે તો આંશિક પણ રાગ જાગી જાય. ભલે, પછી ઘોર પશ્ચાત્તાપાદિ હોય. છતાં સતી, મહાસતી જેવી પવિત્ર સ્ત્રીઓને આ દશામાં પણ લેશ પણ રાગ ન જાગે એ સંભવિત છે.
બીજો ભાંગો એ છે કે જેને મૈથુનના વિચારો હોય, પણ બાહ્ય પાપ ન હોય... દા.ત. સ્વપ્નમાં મૈથુનસેવન દેખાય, તો એ વખતે એના બધા વિચારો ચાલે, પણ દ્રવ્યથી
* ૨૩૯ *****