________________
મહાવ્રતો
વિચાર કરવાનો કદી અવસર જ ન આવે.
હવે જો સ્વાધ્યાય ન હોય તો દિવસના જે ૧૦-૧૨ કલાક ખાલી પડ્યા રહે, એમાં સાધુ શું કરે ? એ નવરું પડેલું મન ક્યાં નહિ દોડે ? પ્રતિલેખન-પ્રતિક્રમણાદિ ક્રિયા કંઈ ચાર-પાંચ વાર કરાતી નથી. એમ કોઈ કરે, તો પણ એમાં ભાવ જાળવવો કપરો છે, મનની એકાગ્રતા કપરી છે.
એટલે દિવસનો લગભગ અડધો-અડધ સમય બાકીના યોગો માટે જાય, પણ અડધો-અડધ સમય ખાલી પડે... એ જો સ્વાધ્યાયથી ભરી દેવામાં ન આવે, તો ખાલી પડેલા એ સમયમાં ઉંધુ-ચત્તુ ઘૂસી જ જવાનું, વિકારોનું ભૂત પેસી જ જવાનું.
મંદીર બનાવ્યા બાદ જો તરત પ્રતિષ્ઠા ન કરાય, એ જગ્યા ખાલી રખાય તો ભૂતડાઓ એમાં રહી જાય... એમ કહેવાય છે. એમ દીક્ષા બાદ જો આ સમયને ખાલી રખાય તો વિકારભૂતડાઓ એમાં પેસી જાય... અને એટલે જ એ સમયને સ્વાધ્યાયાદિ પ્રધાન યોગથી ભરી જ દેવો જોઈએ. રાત્રે ઉંઘતી વખતે પણ માથે સ્વાધ્યાયાદિનો બોજો રહે, ઉંઘમાં પણ પંક્તિઓ દેખાયા કરે... એવો સખત પુરુષાર્થ પણ ઘણા મહાત્માઓ કરે છે.
એટલે બીજા બધા યોગો પણ સારા જ છે, એમાં પણ મન એકાગ્ર બની શકે જ છે... પણ આ કામ ચોવીસ કલાકનું નથી. દિવસનો ઘણો સમય ખાલી પડવાનો. એને પૂરવા માટેનો સક્ષમ યોગ છે સ્વાધ્યાય ! માટે અહીં એને પ્રધાનતા આપી છે.
વળી શાસ્ત્રવચનો પ્રમાણે પણ આપણી પ્રતિદિન સામાચારીમાં કુલ ૧૨ થી પણ વધારે કલાક મુખ્યત્વે સ્વાધ્યાય માટે ફાળવવામાં આવ્યા છે. એટલે શાસ્ત્રીયદૃષ્ટિએ પણ આ વાત સંગત થાય છે.
તથા કામવિકારગ્રસ્તને નિર્વિકારી બનવા માટેનો મુખ્ય ઉપાય અધ્યાપન દર્શાવ્યો છે. શ્રી મહાનિશીથ ગ્રન્થ, શ્રી યતિજીતકલ્પ વગેરેમાં ચોખ્ખુ લખ્યું છે કે “તારે ઉભા થયેલા વિકારો ખતમ કરવા હોય તો જો તારી પાસે અધ્યાપન શક્તિ હોય, તો તું ખૂબ જ ભણાવ.
અધ્યાપનશક્તિ ન હોય, એને માટે તપાદિ યોગો દર્શાવેલા છે.
એટલે આ બધું વિચારતા એવું ચોક્કસ લાગે છે કે જેને ચોથા મહાવ્રતમાં નિર્દોષ રહેવું હોય, આખી યૌવનવય વિકારોના ડાઘા વિનાની ચોખ્ખી પસાર કરવી હોય એણે (૧) સજાતીયસ્પર્શ (૨) વિજાતીય દર્શનાદિ ત્યાગવા, બરાબર ત્યાગવા. છીંડા ન રાખવા. (૩) અવસર પ્રમાણે બાકીના યોગો બરાબર જાળવવા પૂર્વક બાકીનો બધો જ સમય સ્વાધ્યાયમાં (સૂત્રો ગોખવા-ચિંતન-પાઠ લેવો-પાઠ આપવો- લખવું-વ્યાખ્યાન સાંભળવું-વાચના આપવી...) બરોબર ગોઠવી દેવો.
૨૩૮ ***
****