________________
------------ સર્વથા મૈથુન વિરમણ મહાવત - ૪ ------------
આ માટેનો શ્રેષ્ઠતમ ઉપાય છે, સ્વાધ્યાય
સ્વાધ્યાયમાં મન તલ્લીન બને, એટલે એમાં વિકારાદિ જાગે નહિ, એટલે મન ખરાબ ભાવોમાં રમે નહિ, ખરાબ નિમિત્તો તરફ દોડે નહિ.
પ્રશ્ન : શું માત્ર સ્વાધ્યાય જ સારો યોગ છે ? પ્રતિક્રમણ, વૈરાગ્ય, ગોચરી, પાણી... વગેરે બધા યોગોમાં પણ મન તલ્લીન બની જ શકે છે ને ?
ઉત્તર : ચોક્કસ ! એની ના જ નથી. પણ સંસારીઓને જેમ આખો દિવસ ઢગલાબંધ કામો હોય છે. એવું આપણા જીવનમાં નથી. દા.ત. સંસારમાં પુરૂષોને ૮૧૦ કલાક ધંધો-નોકરી-મજૂરી કરવાની... છોકરાઓને સ્કૂલો-ટ્યુશનોમાં ખૂબ ભણવાનું ... સ્ત્રીઓને તો ઢગલાબંધ કામો... ત્રણ ટાઈમ રસોઈ બનાવવી- બે ટાઈમ કચરાપોતા - ત્રણ ટાઈમ વાસણ ધોવાના - ગોઠવવાના - શાકભાજી વગેરેની રોજેરોજની ખરીદી કરવાની....
આપણા જીવનમાં આ બધી પ્રવૃત્તિઓ ઘણી ઘણી ઓછી છે. સવાર-સાંજના પ્રતિક્રમણનો એકાદ કલાક સવાર-સાંજના પ્રતિલેખનનો એકાદ કલાક માંડલીના કાર્યનો એકાદ કલાક ગોચરી-દેરાસર-વડીનીતિ વગેરેના બે કલાક રાત્રિ નિંદ્રા સંબંધી સાતેક કલાક દિવસે આરામ કરો તો ય અડધો કલાક વિંદનાદિ અન્ય કાર્યનો અડધો કલાક
વૈયાવચ્ચાદિ માટેનો વધારાનો એકાદ કલાક : 'આ બધા કલાક ભેગા કરો, તો આ ૧૪ કલાક થાય છે. બાકીના ૧૦ કલાક શું ? એમાં શું કરવાનું? સ્વાધ્યાય એ જ એનો પ્રધાન યોગ છે. વિહાર હોય તો પણ એના બે-ત્રણ કલાક બાદ કરીએ તો ય રોજના ૭ કલાક તો સ્વાધ્યાય થાય જ ને ?
આજે પણ ઘણા મહાત્માઓ એવા છે, જેઓ દિવસનો ૧૨ કલાક પણ સ્વાધ્યાય કરે છે. અને એ શક્ય છે, કેમકે રાત્રે ૬ કલાક નિંદ્રા, પ્રતિક્રમણ અને પ્રતિલેખનનો કુલ સમય બે કલાકે, માંડલીનું કામ પોણો કલાક, ગોચરી વાપરવી - વડીનીતિ વગેરેના વધુમાં વધુ બે કલાક... અને હજી સવા કલાક વધારાનો ફાળવે તો પણ તેઓ પાસે ૧૨કિલાકનો સ્વાધ્યાય સહજ છે.
આવો સખત સ્વાધ્યાય કરે, સંયમના અવશ્ય કર્તવ્યયોગો જાળવે અને બ્રહ્મચર્ય સાવ-સાવ સરળ થઈ જાય, એ વાતમાં કોઈ આશ્ચર્ય જ નથી. એના મનમાં સ્ત્રી સંબંધી
જે
૪૯૯
૯ -
-
- - ૨ ૩૭ ૯-
૧૯૯૯ - - - -
-
- -