________________
જો -
-- -
- મહાવતો કે
જે જ
લા -
----
તો કોઈપણ પાપક્રિયા છે જ નહિ. એમ જાગ્રત દશામાં પણ એવા મલિનવિચારવાળા બનેલા છતાં પાપ નહિ કરી શકનારાને આ ભાંગો લાગે.
પ્રશ્ન : આમાં છઠ્ઠ ગુણસ્થાન ટકે ખરું ?
ઉત્તર : એ તો અધ્યવસાય ઉપર આધારિત છે. જો વિકારો અનંતાનુબંધી વગેરે હોય, તો ગુણસ્થાનક જાય, ભલે ને પછી એ ઉંઘતો હોય કે જાગતો હોય... ઉંઘમાં પણ તેવા સ્વપ્ન વખતે અધ્યવસાય તો મલિન બને જ છે.
પ્રશ્ન : તો પછી આનું પ્રાયશ્ચિત્ત તો ઓછું આપવામાં આવે છે. માત્ર ચાર લોગસ્સનો કાઉસગ્ગ ! જો સાધુતા જ જતી રહેતી હોય, તો પ્રાયશ્ચિત્ત વધુ આપવું જોઈએ ને ?
ઉત્તર : જુઓ. અંદરના અધ્યવસાય અને એની તીવ્રતા વગેરે તો કેવલજ્ઞાની વગેરે વિશિષ્ટ જ્ઞાનીઓ જ જાણી શકે. એ સિવાયના ગીતાર્થો તીવ્રતાદિનું જ્ઞાન કેવી રીતે કરે ? એટલે તેઓને તો એ ખબર જ ન પડે કે આ અધ્યવસાય અનંતાનુબંધી વગેરે છે, કે સંજવલન છે.
એટલે જ આવા ગીતાર્થો માત્ર અધ્યવસાયને આધારે પ્રાયશ્ચિત્ત ન આપે, આપે તો ય ઓછું આપે. તેઓ તો બાહ્યક્રિયા એવી ખરાબ થાય તો એના આધારે મોટા પ્રાયશ્ચિત્ત આપે. એટલે પ્રાયશ્ચિત્તાદિ આપવાની પદ્ધતિ મુખ્યત્વે વ્યવહારને આશ્રયીને છે. એમાં અધ્યવસાયની પણ નોંધ ચોક્કસ લેવાય; પણ મુખ્યતા તો બાહ્યપાપની, વ્યવહારની જ રહે.
માટે જ તો સ્વપ્નમાં મૈથુનસેવન જેવું મોટું પાપ થાય તો પણ પ્રાયશ્ચિત્ત ચાર લોગસ્સ !
જાગ્રતદશામાં સ્ત્રી સામે વિકારથી જોવાનું પાપ થાય તો પ્રાયશ્ચિત્ત મોટું ! કેમકે એમાં બાહ્ય મલિન ક્રિયા છે. જ્યારે સ્વપ્નદશામાં બાહ્ય મલિન ક્રિયા નથી..
“આખા પાકિસ્તાનને બોંબથી ઉડાવી દેવું જોઈએ” એવા વિચાર કરનારને પ્રાયશ્ચિત્ત નાનું ! જ્યારે કીડી કે મચ્છર પર ગુસ્સો આવવાથી થાપટ લગાવી એને મારી નાંખનારને પ્રાયશ્ચિત્ત મોટું ! એમ દરેક બાબતમાં સમજવું.
હા જે વિશિષ્ટ જ્ઞાનીઓ છે, તેઓ તો જીવના અધ્યવસાયને આધારે પ્રાયશ્ચિત્ત આપે. સાવ નાના પાયામાં પણ જો અધ્યવસાય તીવ્રતમ થયા હોય તો મૂળ પ્રાયશ્ચિત્ત પણ આપે. અને ઘણા મોટા પાપમાં પણ જો અધ્યવસાય મંદ હોય, તો નાનું પ્રાયશ્ચિત્ત આપે.
પણ એ તો વિશિષ્ટજ્ઞાનીઓ માટેની વાત છે.
નવપૂર્વથી ઓછા જ્ઞાનવાળા કોઈપણ ગીતાર્થો (અવધિ વગેરે જ્ઞાન વિનાના) તો વ્યવહારની પ્રધાનતાએ પ્રાયશ્ચિત્ત આપે. લાલ લાલ-લાલ-લાલ - - - - ૨૪૦ જલાલ જાજ-જલના નાત-જલ - -