________________
મહાવ્રતો
જ્યાં કોઈ આવતું ન હોય, જ્યાં કોઈ જોતું ન હોય... એવા સ્થાને જવું. પણ સાધ્વીજીઓને આવા એકાંતસ્થાનમાં જવાની સ્પષ્ટ ના છે. એમણે આપાત-અસંલોકમાં જ જવાનું છે. કોઈ જૂએ નહિ, છતાં નજીકમાં માણસો હોય... એવા સ્થાને જવાનું છે. કારણ આ જ કે સાવ નિર્જન સ્થાનમાં સાધ્વીજી જાય, તો દુષ્ટ પુરુષો ક્યારેક એનો ગેરલાભ ઉઠાવે. તે સ્થળે ગમે એટલી બૂમો પાડે તો પણ કોઈ બચાવવા જ ન આવે. જ્યારે આપાત-અસંલોકમાં તો સાધ્વીજીને બચાવવા માટે બધા આવી શકે. કેમ કે બધાને બૂમો સંભળાય.
(ચ) સાધુઓ ખુલ્લા શરીરે આતાપના લઈ શકે, સાધ્વીજીઓ એ રીતે આતાપના ન લઈ શકે. કેમ કે એમ કરવામાં બ્રહ્મચર્ય માટેના નુકસાનો થાય.
(છ) સાધુઓને ૧૪ વસ્ત્રો છે, સાધ્વીજીઓને ૨૫ વસ્ત્રો છે. એમાં ઘણા ખરા વસ્ત્રો બ્રહ્મચર્યની વધુ ને વધુ સુરક્ષા માટે જ દર્શાવવામાં આવ્યા છે.
(જ) સાધુઓને વ્યાખ્યાનાદિ કરવાની સંમતિ છે. સાધ્વીજીઓને ઉત્સર્ગમાર્ગે ભાઈઓની સામે વ્યાખ્યાન કરવાની સંમતિ નથી. એના કારણોમાં મહત્ત્વનું કારણ બ્રહ્મચર્યસુરક્ષા છે.
(ઝ) સાધુઓના ઉપાશ્રયો બારી-બારણા વિનાના ખુલ્લા હોઈ શકે, પણ સાધ્વીજીઓના ઉપાશ્રયો તો ચારે બાજુ દિવાલવાળા અને બારી-બારણાવાળા જ હોવા જોઈએ. જેથી કોઈ ગમે ત્યારે, ગમે તે રીતે અંદર ન પ્રવેશી શકે. આ વ્યવસ્થાનું પણ મુખ્ય કારણ બ્રહ્મચર્યસુરક્ષા જ છે ને ?
આવી બીજી પણ બાબતો વિચારી શકાય. બંનેનું લક્ષ્ય એક જ છે, મોક્ષ !
બંનેના મહાવ્રતો સરખા જ છે, પાંચ !
છતાં બંનેના ચતુર્થવ્રતરક્ષા માટેના આચારોમાં ઘણો તફાવત છે.
બાકીના ચાર મહાવ્રતોના આચારોમાં લગભગ સમાનતા છે, માત્ર ચોથાવ્રત માટેના આચારોમાં સાધ્વીજીઓ માટે ઘણી વિશેષતા દર્શાવી છે, એ દર્શાવે છે કે સાધ્વીજીઓ માટે આ મહાવ્રતનું પાલન કરું પણ છે અને અત્યંત આવશ્યક પણ છે. જો કપરું ન હોત તો આટલા બધા ફેરફાર દેખાડવા ન પડત. જો આવશ્યક ન હોત તો પણ આટલા બધા ફેરફાર દેખાડવા ન પડત. પણ આ ફેરફારો દેખાડ્યા છે, એ સાબિત કરે છે કે એ મહાવ્રત ખૂબ કપરું છે અને અત્યંત આવશ્યક છે જ.
મુશ્કેલી એ છે કે જેમ બીડી-સિગારેટ-દારૂના વ્યસનવાળાને કોઈ પૂછે કે ‘તારે જીવવું છે કે મરવું છે ? સાજા રહેવું છે કે માંદા પડવું છે ?' તો એનો જવાબ એ જ
*૨૪૨