________________
જાલ-લાલ - લાલન સર્વથા પરિગ્રહ વિરમણ મહાવત કેરલ - - - - - - - તો આનંદ થવો, તેઓ મળીને જાય ત્યારે ખેદ થવો, એમની સાથે વાતો કરવી ગમવી, એમને વારંવાર પત્રો લખવાની ઈચ્છા થવી, એમને ધંધામાં નુકસાન જાય કે એમને ઘરમાં કંકાસ થાય તો આપણને દુઃખ થવું, એમના માંદગી-મૃત્યુ વગેરેમાં આપણને રડવું આવી જવું, એ બધા મળવા આવે ત્યારે એમને અહીં જમવામાં-રહેવામાં કશી મુશ્કેલી ન પડવી જોઈએ... એ વિચારથી વધુ કાળજી કરવી... આ બધા મમત્વભાવના પ્રકારો છે.
(ચ) પોતાના સફેદ, ચોખ્ખા વસ્ત્રો જોઈ જોઈને હર્ષ થવો, એ બગડી ન જાય એ માટેના પ્રયત્નો કરવા. એ માટે જ સહવર્તી સાધુ એ વસ્ત્રો માંગે તો પણ ન આપવા, આપવા જ પડે તો ખેદ થવો, જરાક મેલા થાય એટલે દુઃખ થયું. તરત ચોખ્ખા કરી નાંખવા માટે કાપ કાઢી લેવો. એમાં બિલકુલ સળ ન પડે એ રીતે ઘડી વાળવી, સારા વસ્ત્રો મુહપત્તી વગેરે મળે તો વપરાશના વસ્ત્રો હોવા છતાં વધારે લઈ લેવા, એનું પોટલું કે પોટલી બનાવી દેવી એને બરાબર સાચવી રાખવી, “ભવિષ્યમાં ઉપયોગમાં આવશે એવા ભાવથી સંઘરવી... | (છ) જે શ્રાવક-શ્રાવિકાઓ પોતાનાથી પામેલા હોય, પોતાને ગુરુ કે ઉપકારી માનતા હોય તે શ્રાવક-શ્રાવિકાઓ પ્રત્યે મમત્વભાવ રહેવો. “એ મારા જ ભક્ત રહેવા જોઈએ.” એવો ભાવ રહેવો. એટલે જ એ શ્રાવક-શ્રાવિકાઓ જો બીજા કોઈ સાધુ-સાધ્વીની મુક્તકંઠે પ્રશંસા કરે, તો એ ન ગમવી, “આ મારા મટી જશે” એવો ભય પેદા થવો, માટે જ એ બીજા સાધુ-સાધ્વીના દોષો કાઢી, એમને નિંદીને ભક્ત શ્રાવક-શ્રાવિકાનો પોતાની સાથેનો લગાવ ચાલુ જ રહે એ માટે દર મહિને-પંદર દિવસે પત્ર લખવો, એમને મળવા બોલાવવા, એમની સામે સીધી કે આડકતરી રીતે પોતાના તપ, સંયમ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે ગુણોની રજુઆત કરી એમને પોતાના તરફ આકર્ષી રાખવાનો પ્રયત્ન કરવો એમની સામે બીજા સાધુ સાધ્વીઓના ગુણોની જાણી જોઈને પ્રશંસા ટાળવી, તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જે સાધુ-સાધ્વી વિદ્યમાન હોય, તેઓ સારા-સંયમી હોવા છતાં ભયથી પ્રેરાઈને એમની પાસે વ્યાખ્યાનાદિ માટે જવાની આ શ્રાવક-શ્રાવિકાઓને પ્રેરણા ન કરવી, “તમારે કે તમારા દીકરા-દીકરીઓએ મારી પાસે જ દીક્ષા લેવાની...” એ રીતની બાધાથી એમને બાંધી દેવા, એ ભૂલથી પણ કોઈક બીજા તરફ આકર્ષાય તો એમને ઠપકો આપવો, કટુવચનો કહેવા... આ બધું જ અપરિગ્રહ મહાવ્રતના ભંગરૂપ બની રહે છે. . (જ) પોતે લખેલુ પુસ્તક ખુબ સારું છપાયું હોય, ટાઈટલના ચિત્રો સારા હોય... એ વારંવાર જોવા. પોતાનું જ લખાણ કેટલું સરસ લખાયું છે !” એ વિચારથી ફરી ફરી વાંચવું. બીજાઓને એ જ પુસ્તક વાંચવાની પ્રેરણા કરવી. એના વખાણ કરવા. જેમણે એ પુસ્તક વાંચ્યું હોય એમને પુછવું કે “એ પુસ્તક કેવું લાગ્યું? કંઈ ભૂલ હોય તો કહેજો.” પણ એ પુછવા પાછળ એ પુસ્તકની પ્રશંસા સાંભળવાની ઈચ્છા હોવી, એટલે જ જો સામેની વ્યક્તિ ખરેખર - - - - - - - - - ૨૪
જા જા જા જા જા જ