________________
સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત
વર્તમાનમાં ગમે તે કારણે ગોચરી ઘણી સુલભ બની. વળી ઘણી અનુકૂળ મળવા લાગી, અનુકૂળ મળે એટલે સહજ રીતે વધારે આવવા લાગી... એટલે જ વધુ પ્રમાણમાં વપરાવા લાગી... આમાં પણ અતિમાત્રા વાડનો ભંગ નથી શું ?
*
પીવા માટે ના છુટકે આધાકર્મી પાણી વાપરવાની જરુર પડે, પણ એ ખરાબ સંસ્કાર પડી ગયા અને આધાકર્મી પાણી વાપરવાનો શોક ગયો. પાણી એકદમ સુલભ બની ગયું, એટલે જ વારંવાર કાપ કાઢવાનો પણ છોછ ન રહ્યો... આ બધું વિભૂષાવાડના ભંગ રૂપ નથી શું ?
ચોક્કસ,
અપવાદ હોઈ શકે છે, પણ અત્યારે શું બધું જ અપવાદ રૂપે જ ચાલે છે ? એ અતિચારાદિ રૂપ નથી બની જતું ને ?
વળી જો ચોથુ વ્રત નિરપવાદ છે, તો એના માટેની વાડો પણ નિરપવાદ રૂપે પળાય તો જ વધુ સારું. વાડોમાં અપવાદ છે, પણ એ બને ત્યાં સુધી ન જ સેવાય એ ખૂબ ખૂબ જરુરી છે.
પ્રશ્ન : વર્તમાનમાં બધી વાડો પાળવી શક્ય નથી. દ્રવ્ય, ક્ષેત્રાદિ જ એવા પ્રકારના થઈ ગયા છે. તો તમે એવો રસ્તો બતાવો કે જેનાથી બધી વાડ ન પળાય, તો પણ બ્રહ્મચર્ય સરળતાથી પાળી શકાય.
ઉત્તર : નકારાત્મક રૂપે બે રસ્તા છે. (૧) સજાતીયસ્પર્શત્યાગ (૨) વિજાતીયપરિચયત્યાગ.
હકારાત્મક રૂપે મુખ્ય એક રસ્તો છે. (૧) સ્વાધ્યાયપ્રધાન યોગોમાં સતત પ્રવૃત્તિ ચાલુ જ રાખવી.
(૧) સજાતીયસ્પર્શ ત્યાગ : સાથે રહેલા સાધુઓને મજાક વગેરે રૂપે પણ સ્પર્શ ન ક૨વો. માત્ર વંદન વખતે પગના પંજાને સ્પર્શ કરવો... એ સિવાય નહિ. શ્રાવકોબાળકો વગેરેને પણ ધબ્બા મારવા, માથે હાથ ફેરવવો, ગાલે હાથ ફેરવવો... વગેરે કોઈપણ પ્રકારના સ્પર્શથી દૂર રહેવું. કોઈ શ્રદ્ધાભાવથી આશિષ માંગે, તો મસ્તકે હાથ મૂકવા રૂપે આશિષ આપવાની જયણા... બાકી સ્પર્શથી સદાય અળગા રહેવું.
(૨) વિજાતીયપરિચય ત્યાગ : સાધ્વીજીઓનો પરિચય રાખવો નહિ. સાધ્વીજીઓ વ્યાખ્યાન વખતે વંદન કરીને નીકળી જાય. વળી આચાર્ય ભગવંત વગેરે સિવાય બાકીના સાધુઓને તો સાધ્વી પરિચયની કોઈ જ આવશ્યકતા જ નથી.
સાધ્વીજીઓ પણ આ નિર્ણય કરી શકે કે “આપણે વ્યાખ્યાન સિવાય ઉપાશ્રયે જવું નહિ. કદાચ મુખ્ય આચાર્યશ્રીને વંદન ક૨વા જઈશું, તો પણ બીજા સાધુઓ સાથે
૨૩૫
****