________________
- - -
-
- - -
મહાવતો
---- -------------
ભોગવેલા ભોગોના સ્મરણથી નંદિષેણ મુનિ વેશ્યાગામી બન્યા, કોશાનું રૂપ જોવા માત્રથી સિંહગુફાવાસી મુનિ વિકારી બન્યા,
પાંચ પુરૂષો સાથે મસ્તી કરતી સ્ત્રીને જોઈને દ્રોપદીનો પૂર્વભવ સાધ્વીજી નિયાણું કરી બેઠા,
એકાંતાદિના કારણે સગા મા-દીકરા પરસ્પર પાપી બન્યા,
અનશનમાં મૃતપ્રાયઃ બની ગયેલી સુકુમાલિકા સાધ્વી શશક ભશકના શરીરસ્પર્શથી વિકારી બની
આવા તો કંઈ કેટલાય દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં નોંધાયેલા છે. નહિ નોંધાયેલા હજારો-લાખો પતનોના ગણિત તો કેવલી જ જાણે ને ?
ભલે કદાચ કાયાથી પવિત્ર હશું, વચનથી હજી પવિત્ર હશે, પણ શું આપણે મનથી પણ પવિત્ર ખરા? દીક્ષા લીધા બાદ પણ પવિત્ર ખરા? સાચી સમજણ મળ્યા બાદ પણ પવિત્ર ખરા? ધર્મ ગમતો હોવા છતાં, મહાવ્રતો પાળવાની દઢતા હોવા છતાં પણ મનથી પવિત્ર ખરા ?
જો, ના? તો આપણે કોણ? આપણે ક્યાં? એ વિચારવાની જરુર નથી લાગતી શું?
જો નવ વાડોનું બરાબર પાલન કરાય, કારણ આવે તો પણ ઘણું વેઠીને પણ વાડોની રક્ષા કરાય, તો મનથી પણ પવિત્ર રહી શકાશે.
પણ નવવાડો પ્રત્યે આપણી ઉપેક્ષા છે, એટલે દોષો ઉભા થાય છે.
ગૃહસ્થો અતિ અતિ અતિ ભક્તિ કરે છે અને આપણે એ લઈએ છીએ, એમાં પ્રણીતભોજન નામની વાડનો ભંગ નથી શું ?
ફૂલેટોમાં, અત્યંત સંસક્ત ઉપાશ્રયોમાં રહેવામાં સંસક્ત વસતિ નામની વાડનો ભંગ નથી શું ?
બીજા-ત્રીજા-ચોથા-પાંચમાં બહાના હેઠળ બેનોનું ઉપાશ્રયમાં આવવું, આવવા દેવા.. એમની સાથે ઉપદેશાદિ રૂપે ઘણી વાતો... એ સ્ત્રીકથા નામની વાડનો ભંગ નથી શું?
ઉપાશ્રયમાં બેઠા હોઈએ અને આજુ બાજુના ફલેટોમાંથી ચલચિત્રોના મોટા અવાજ સંભળાય, ગીતો અને સંવાદો સંભળાય, પોપ મ્યુઝિક સંભળાય... આ બધામાં કુષ્યન્તર નામની વાડનો ભંગ નથી શું ?
વાહનોની સુવિધાના કારણે વિશ્વ આખું એકદમ સાંકડુ થઈ જ ગયું છે, એટલે જ દીક્ષા બાદ પણ પૂર્વપરિચિતો વારંવાર મળવા આવી શકે, રહી શકે.. એ પૂર્વપરિચય ચાલુ રહે... એની સાથે પૂર્વક્રીડાના સ્મરણો પણ એક યા બીજી રીતે જોડાયેલા રહે. એ બધું પણ વાડભંગ રૂપ જ છે ને ? જk -
૨ ૩૪ ૯૯૯૯૯૯૯૯૮