________________
સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત
દોષપાત્ર ન બને.
(થ) મોટા નખ વડીલાદિને વંદનમાં વાગી જાય, કે પોતાને પણ વાગી જાય. એ નખમાં મેલ ભરાય, એ ખાવામાં જાય તો રોગાદિ થાય... આ બધા દોષોથી અટકવા માટે નખ સમારે, પણ એને ઘાટ આપવાની, સારા લાગે એવા કરવાની પ્રવૃત્તિ બિલકુલ ન કરે... તો એમાં સાધુ નિર્દોષ છે.
(૬) નાના બાળકોને સાધુ માથે હાથ મૂકી આશીર્વાદ આપે, એવી મા-બાપને ઈચ્છા હોય. એમની એ પવિત્ર ભાવના, પવિત્ર શ્રદ્ધાની રક્ષા માટે, વૃદ્ધિ માટે સાધુ શુભભાવથી બાળકોના મસ્તકે હાથ મૂકે, વાસક્ષેપ નાંખી આપે... પણ ગાલ પંપાળવાદિ પ્રવૃત્તિ ન કરે... તો આ પણ એક અપવાદ છે.
(ધ) બાળ સાધુને વાત્સલ્યની જરુર હોય, મા-બાપ હોય નહિ. એ તો પોતાના ગુરુને જ સર્વસ્વ સમજે એમના ખોળામાં માથું મૂકીને ઉંઘી જાય... જો એને વાત્સલ્ય ન અપાય તો એને ચારિત્રમાં ટકાવવો અઘરો જ છે. એ વખતે ગુરુ એના માથે હાથ ફેરવે, જરાક મોઢે હાથ પંપાળે... તો પણ એ સાધુ - ગુરુ નિર્દોષ છે. હા ! મનમાં કોઈ જ ખરાબ વિચાર ન હોવા જોઈએ.
રે ! કોઈક સાધુ એવો ગ્લાન થાય કે એની મળશુદ્ધિ પણ બીજાએ કરવી પડે. એ વખતે વૈયાવચ્ચીઓ એના શરીરના તે તે અંગોની શુદ્ધિ કરે, પગ દબાવી આપે... છતાં આમાં માત્ર ને માત્ર ગ્લાન સાધુની સેવા કરવાનો જ એકમાત્ર ભાવ હોય તો એ સાધુ શુદ્ધ જ છે.
આમ,
બ્રહ્મચર્યમાં ભલે અપવાદ નથી, પણ બ્રહ્મચર્યની નવવાડોમાં અપવાદ હોઈ શકે છે. પણ એના માટે જરુરી છે એકદમ સાવચેતી ! સાવધાની ! સચેતતા !
બીજા બધા વ્રતોના અપવાદ કરતા આ મહાવ્રતના અપવાદો વધુ જોખમી છે. કેમકે એ અબ્રહ્મ નામના મહાપાપ તરફ જીવને ઢસડી જાય છે.
ભલે એ કારણસર સેવાય, ભલે એ યતનાપૂર્વક સેવાય છતાં કામસંજ્ઞાના સંસ્કાર એવા તો જાલીમ છે કે જીવને ધીરે ધીરે અબ્રહ્મ તરફ, કામવિકારો તરફ ખેંચી જ જાય. એટલે જ આ મહાવ્રતની વાડોના અપવાદો ભલે આપ્યા છે, પણ એ ન જ સેવાય એમાં વધુ હિત છે. આ નવ વાડોને નિ૨૫વાદ જ માનીને ચાલશું તો જ બ્રહ્મચર્ય સરળ બની રહેશે. નહિ તો ગમે ત્યારે ગમે તે બની જાય એવી સંભાવનાને કોઈ જ નકારી નહિ શકે. માત્ર સુનંદાના વાળની લટના સ્પર્શથી સંભૂતિમૂનિ પતન પામ્યા. માત્ર રાજીમતીના દર્શનથી રહનેમિમુનિ પતન પામ્યા,
વિગઈઓના ખૂબ વપરાશથી કંડરિક મુનિ ૧૦૦૦ વર્ષના તપસ્વી મુનિ પતન પામ્યા.
૨૩૩