________________
* સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત ----
(ચ) ગીતાર્થ-સંવિગ્ન આચાર્યદેવ આલોચના કરનાર સ્ત્રી કપટાદિ કરે છે કે નહિ? એ જાણવા માટે એમના મુખ તરફ જૂએ. કેમકે મુખાકૃતિ ઉપરથી પણ કપટાદિ પકડાઈ જતા હોય છે. ઘણીવાર એવું બને કે કોઈ સાધ્વી-શ્રાવિકાને ભૂત વળગેલું હોય કે નજર લાગી હોય તો એ બધું એમની આંખો ઉપરથી પકડી શકાય. આવી કળા કોઈક સાધુને આવડતી હોય. આ વખતે એ વળગાડથી ખૂબ પરેશાન થતા સાધ્વીજીની સમાધિ ખાતર આ સાધુ પરિપક્વ હોય તો ગુરુની હાજરીમાં જ સાધ્વીજીની આંખોમાં દૃષ્ટિપાત કરીને બધું પકડી પાડે. પણ આ માટે એણે સાધ્વીજીના મોઢા ઉપર નજર કરવી પડે...
આવા અતિગાઢ પ્રસંગો સ્વયં વિચારી શકાય છે. એ સાધુ સંવિગ્ન છે, પરિપક્વ છે, જાગ્રત છે એટલે રાગભાવ પામતો નથી, એને માટે આ વાત છે. આ રીતે જોવા છતાં એને કોઈ દોષ નથી.
(છ) કૉલેજના રસ્તેથી જ ઠલ્લે જવાતું હોય, સાધુના જવાના સમયે જ ત્યાં રીસેસ પડી હોય કે કૉલેજ છૂટી ગઈ હોય. સેંકડો-હજારો છોકરા-છોકરીઓની અવરજવ૨, મસ્તી ચાલતી હોય. ભારે ભીડમાં સતત નીચે જોઈને રસ્તો કાઢતો કાઢતો આગળ વધે. પણ એમાં તે તે દશ્યો દેખાઈ જાય. સાધુ તરત નજર ખેંચી રાખે,... ઠલ્લે જવાનો બીજો રસ્તો ન હોવાથી રસ્તો બદલી ન શકે. એ જ સમયે શંકા થઈ હોવાથી સમય વહેલોમોડો કરી ન શકે. છતાં પોતાનો વૈરાગ્ય પરિપક્વ હોવાથી, વિશેષ મુશ્કેલી ન હોવાથી જ વાડામાં જવાને બદલે આ સ્થાનેથી આગળ વધે, એમાં એને કોઈ દોષ નથી.
(જ) સંસારીપણામાં કોઈક સ્ત્રી સાથે સંબંધ હોય, એ સ્ત્રીએ દગો દીધો હોય, કપટ કરીને આ સાધુને તે વખતે ભારે મુશ્કેલીમાં મૂક્યો હોય... એ સ્ત્રીના રાગમાં પાગલ એણે તે વખતે એ કશું સમજ્યા વિના ઘણું ઘણું વેઠ્યું હોય. પાછળથી ખબર પડી હોય કે જેને હું મારી પ્રિયતમા માનતો હતો, એ તો લફરાબાજ હતી. એણે મારું ધનોતપનોત કાઢી નાંખ્યું... આ જ વાતથી એને જોરદાર વૈરાગ્ય થયો હોય, દીક્ષા લીધી હોય. આવા સાધુને કોઈક પૂછે કે ‘તમને વૈરાગ્ય કેમ થયો ?' એ વખતે સાધુ એને વૈરાગ્ય પમાડવા પોતાના સંસારીજીવનના પ્રસંગો કહે, યાદ કરે... એમાં સ્ત્રી સાથેના પ્રણયના પ્રસંગો પણ આવે... આ રીતે પૂર્વક્રીડિતસ્મરણ કરવા છતાં પણ એમાં જો એનો વૈરાગ્યભાવ વધે કે “અરેરે ! મને એના પર કેટલો બધો રાગ હતો. છતાં એનો મારા માટેનો દગો કેવો ! સંસાર ખરેખર અસાર છે...’ તો આ પૂર્વક્રીડિતસ્મરણ થવા છતાં સાધુ દોષપાત્ર ન બને.
(ઝ) અશક્ત સાધુને વિગઈઓ વપરાવવી પડે, પુષ્કળ પિત્તની મુશ્કેલીવાળા સાધુને મિષ્ટાન્ન વપરાવવું પડે, ખૂબ ભણતા અને માટે જ બધી વિગઈઓ પચાવી શકનારા, વિગઈઓ ન ખાય તો અપૂર્વ સ્વાધ્યાય ન કરી શકનારા એ સાધુને ગુરુ
*૨૩૧ **