________________
સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત
બદલે સ્ત્રીઓ-તરફ જોઈને વ્યાખ્યાન આપવું, પાઠ આપવો.
(બ) ગીતાર્થતા વિના, ગુરુની રજા વિના ભાઈઓ કે બેનોની આલોચના વાંચવી, એ વાંચ્યા બાદ એમને બ્રહ્મચર્યની અંગત પ્રેરણા કરવી... એમના જીવનમાં થયેલી ભૂલો અંગે માર્ગદર્શન આપવું.
(ભ) તે તે પ્રસંગોમાં સ્ત્રીઓના નૃત્ય, છપ્પન દિક્કુમારિકાના કાર્યક્રમ સાધુ જૂએ, તો એમાં પણ ચતુર્થમહાવ્રતનો ભંગ થાય.
(ય) નાના છોકરાઓને રમાડવા, ખોળામાં બેસાડવા, ગાલ ૫૨ વારંવાર હાથ પંપાળવા, બાળકોને ઉંચકવા...
(૨) નાની નાની છોકરીઓને પૂજા-સામાયિકાદિ બદલ સાધુ જાતે પોતાના હાથે પ્રભાવના આપે, એ નિમિત્તે એમને પોતાની પાસે બોલાવે, વાતો કરે, ધાર્મિક (!) પ્રેરણાઓ કરે...
ઉપરની બાબતોમાં ચતુર્થ મહાવ્રત મલિન બની શકે છે. હવે એમાં અપવાદ જોઈએ...
પ્રશ્ન : અરે ! આ તમે શું બોલ્યા ? ચોથા મહાવ્રતમાં તો અપવાદ છે જ નહિ. તમે જ તો આ વાત જોરશોરથી કરી ગયા છો. અને આ વાત જગપ્રસિદ્ધ છે. અને તમે એમાં અપવાદ બતાવવા માંગો છો. આશ્ચર્ય !
ઉત્તર : ચોથા મહાવ્રતમાં અપવાદ નથી, એ વાત કઈ અપેક્ષાએ છે ? એનો તને ખ્યાલ નથી. અબ્રહ્મસેવન રૂપ જે પાપ છે, એ બાબતમાં કોઈ જ અપવાદ નથી. કેમકે અબ્રહ્મસેવન રૂપી પાપ રાગ-દ્વેષ વિના કદી થઈ શકતું નથી. માટે એ બાબતમાં કોઈપણ અપવાદ નથી.
આશય એ છે કે
જીવની હિંસા રૂપી પાપ રાગ-દ્વેષ વિના પણ થઈ શકે. મોટું જૂઠ રૂપી પાપ રાગદ્વેષ વિના પણ થઈ શકે. મોટી ચોરી રૂપી પાપ રાગદ્વેષ વિના પણ થઈ શકે.
મોટો પરિગ્રહ રૂપી પાપ રાગદ્વેષ વિના પણ થઈ શકે.
પણ મૈથુન સેવન રૂપી પાપ રાગ-દ્વેષ વિના થઈ શકતું નથી. માટે એમાં અપવાદ નથી.
પણ એ મૈથુનસેવનના ત્યાગ રૂપ જે મહાવ્રત છે, એની રક્ષા માટે જે નવવાડો દર્શાવી છે, એમાં અપવાદ હોઈ શકે છે. કેમકે વિશેષ કારણ આવી પડે ત્યારે એ નવવાડોનું પાલન ન પણ કરે, છતાં એમાં એને રાગ-દ્વેષ થાય જ એવો નિયમ નથી.
*
૨૨૯