________________
સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત
एए य संगे समइक्कमित्ता सुदुत्तरा चेव भवंति सा । जहा महासागरमुत्तरिता नइ भवे अवि गंगासमाणा ।
મહાસાગરોને તરી ગયેલા માટે તો ગંગા જેવી મહાનદીઓ ઉતરવી પણ સાવ સહેલી છે. એમ સ્ત્રી-સમુદ્રને તરી ગયેલા મહાત્માઓ માટે બાકીના સઘળા પદાર્થોનો સંગ ત્યાજવો સાવ સહેલો છે.
(થ)
*********
શિષ્ય !
આવા આવા તો ઢગલાબંધ શ્લોકો જિનાગમોમાં કંડારાયેલા છે, જે કામવિકારોની પાશવી તાકાતનું દર્શન કરાવે છે.
એટલે જ આ મહાવ્રતની રક્ષા માટે નવ નવ વાડો દર્શાવવામાં આવી છે. જેઓ આ વાડોનો ભંગ કરે, તેઓ ચોથા મહાવ્રતનો જ ભંગ કરનારા બને છે. ભલે એ ભંગ દેશભંગ હોય કે સર્વભંગ ! એટલે સંપૂર્ણપણે અબ્રહ્મસેવન એ જેમ વ્રતભંગ છે, એમ એની નવવાડોમાં ગરબડ કરવી, છૂટછાટ લેવી એ પણ મહાવ્રતનો ભંગ જ સમજવો.
આપણે એ જોઈએ કે આ ચોથા મહાવ્રતમાં કેવી કેવી રીતે ભંગ સંભવે છે.
(ક) જે ઉપાશ્રયની બારીઓમાંથી નજીકમાં જ રહેલા ફ્લેટોમાં દિષ્ટ પડતી હોય, એ ફલેટોમાં રહેલી સ્ત્રીઓ દેખાતી હોય, ટી.વી. વગેરે દેખાતા હોય, ફલેટોમાં બનતા પ્રસંગો દેખાતા હોય એ ઉપાશ્રયમાં રહેવું એ આ મહાવ્રતનો ભંગ છે.
(ખ) જે ઉપાશ્રયાદિમાં સ્ત્રીઓના મધુર શબ્દો સંભળાતા હોય. પીક્ચરના ગીતો કે મધુર ગાનારી સ્ત્રીઓના શબ્દો સંભળાતા હોય, એવા ઉપાશ્રયમાં રહેવું...
(ગ) જે ઉપાશ્રયમાં નીચે જ ચોકીદાર અને એની સ્ત્રી વગેરે રહેતા હોય. અથવા તો જે ઉપાશ્રયમાં ઉપર-નીચે સાધુ-સાધ્વીઓ રહેતા હોય, એવા ઉપાશ્રયમાં રહેવું... (ઘ) દિવસે કે રાત્રે એકલી સ્ત્રીઓ સાથે વાતચીત કરવી. પુરુષો સાથે હોય તો પણ પુરુષો સામે જ જોઈને વાત કરવાની હોય એને બદલે સ્ત્રીઓ સામે જોઈને વાતો કરવી...
(ચ) “પેલી સ્ત્રી રૂપાળી છે...” વગેરે સ્ત્રી સંબંધી વાતો કરવી...
(છ) જ્યાં સ્ત્રીઓ બેઠી હોય, તેમના ઉભા થયા બાદ ૪૮ મિનિટ સુધી ત્યાં ન બેસાય. એને બદલે ત્યાં બેસવું. એમ જે હોલ વગેરેમાં સ્ત્રીઓ બેઠી હોય, ત્યાં લાંબો સમય બેસી રહેવું.
(જ)
સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીના અંગો તરફ દષ્ટિપાત કરવો. વ્યાખ્યાનમાં, દેરાસરમાં, ઘરોમાં ગોચરી વખતે, રસ્તામાં વિહાર વખતે જાણી જોઈને સ્ત્રી તરફ દૃષ્ટિ નાંખવી. એના રૂપને જોવા પ્રયત્ન કરવો.
૨૨૭