________________
મહાવ્રતો
દુર્બલિકાપુષ્પમિત્રની જેમ વિગઈઓ પણ વપરાવે, ગોચરી માંડલીમાં વિગઈ વધી પડે, પરઠવવામાં ઘણી વિરાધના થાય તેમ હોય તો વિગઈ પણ વાપરે, સંયમ પાલન માટે શરીર ટકાવવાના જ એકમાત્ર ઉદ્દેશથી નાછુટકે વિગઈ વાપરે... આ બધા જ અપવાદો છે.
(ટ) ગોચરી ખૂબ વધી પડે, પરઠવીએ તો ઘણી વિરાધના થાય તેમ હોય. સાધુનું શારીરિક બંધારણ એવું હોય કે એ વધુ વાપરે તો પણ ઝાડા વગેરે થાય તેવું ન હોય. માત્ર બીજા ત્રીજા દિવસે ઉણોદરી-ઉપવાસાદિ કરવા પડે. તો આ સાધુ આવા દિવસોમાં ઘણું વાપરે, તો પણ એ દોષપાત્ર નથી.
કોઈક પ્રસંગ સ્વીકારાઈ ગયો હોય, પણ પાછળથી ખ્યાલ આવે કે ત્યાં જવામાં આત્માને, શાસનને, સંઘને નુકસાન થાય તેમ છે. હવે સીધી ના કહેવી શક્ય ન હોય. માંદગીનું સચોટ બહાનું ઊભું કરવા માટે જાણી જોઈને ખૂબ વધુ વાપરે. ઉલ્ટી-ઝાડા થઈ જાય, એટલે એ બહાના હેઠળ એ પ્રસંગમાં જવાનું ટાળે.
અહીં પણ શાસનહીલનાદિ અટકાવવાનો જ એકમાત્ર ભાવ હોવાથી અધિકોદરી કરવા છતાં પણ સાધુ નિર્દોષ ગણાય.
(ઠ) આચાર્યદેવ પાસે મોટા શ્રાવકો, રાજકારણીઓ, જૈનેતરો મળવા આવતા હોય, જો તેઓ મલિન વસ્ત્રો પહેરે તો શાસનનું ખરાબ દેખાય. આવા વખતે આચાર્યદેવ કે એવા પ્રભાવક પુરુષો ઉજળા વસ્ત્રો પહેરે. એ માટે દર પાંચ-સાત દિવસે પણ કાપ કાઢે-કઢાવે. છતાં તેઓ દોષપાત્ર ન બને.
ગ્લાન સાધુ જો મલિન વસ્ત્રો પહેરે, તો એને અજીર્ણ થાય. એટલે એના માટે એના વસ્ત્રો વારંવાર ધોવા પડે તો પણ દોષ નહિ.
(ડ) સાધુ જાતે લોચ કરતો હોય તો લોચ બરાબર થાય એ માટે આયનામાં જોવું જરુરી પડે. એને આધારે એ વાળ જોઈને ખેંચી શકે. એ વખતે સાધુ આયનાનો ઉપયોગ કરે, એમાં પોતાનું મોઢું પણ જૂએ... છતાં રાગભાવ ન હોવાથી દોષ નહિ.
(ઢ) શરીર ઉપરના મેલને કારણે જો જીવાતો ઉત્પન્ન થતી હોય. (સવા ઉત્પન્ન થાય.) તો જીવ રક્ષા માટે શરીરનો મેલ પાણીના પોતાદિ દ્વારા દૂર પણ કરે.
(ત) લોચ કર્યા બાદ માથા પર, મોઢા પર, પીઠ પર, પેટ પર રાખ વગે૨ે ઢંકાયેલી હોય, એ જો સાફ ન કરે તો ઉચિત ન લાગે. તો એ વખતે ભીના કપડાથી બધું ઘસી ઘસીને દૂર કરી દે. એમાં “ચાલો, એ બહાને સ્નાન કરવા મળ્યું. હું હવે સારો દેખાઈશ...” એવો કોઈ ભાવ ન હોય, પણ માત્રને માત્ર ઔચિત્ય સાચવવાનો જ ભાવ હોય. તો આ રીતે મોઢું વગેરે ભીના કપડાદિથી સાફ કરવાની પ્રવૃત્તિ કરવા છતાં સાધુ
૨૩૨ *****
*****