________________
---------------- સર્વથા મૈથત વિરમણ મહાવત ------------ એ દેવી સાધુ પાસે પ્રગટ થાય, સાધુ પણ એનું રૂપ જોઈ આકર્ષાય, ભાન ભૂલે, વિકારી બને, દોષ સેવે તો એ દેવરૂપસહગત મૈથુન કહેવાય.
શણગાર સજેલી દેવી સાથે મૈથુન એ પણ દેવરૂપસહગત મૈથુન. મનુષ્યરૂપમૈથુન :
ઉપાશ્રયાદિમાં મનુષ્ય-સ્ત્રીના ફોટાઓ લગાડેલા હોય કે પ્રતિમાઓ હોય, છાપામેગેઝીનોમાં બિભત્સ ફોટાઓ આવેલા હોય, મોબાઈલ-ટી.વી.-ઈન્ટરનેટ પર હાલતી ચાલતી સ્ત્રીઓ દેખાતી હોય... આ બધાની સાથે ખરાબ ચેષ્ટાઓ એ મનુષ્યરૂપમૈથુન! - વિજ્ઞાને કરેલી શોધોએ ભયંકર નુકસાનો ઉભા કર્યા છે. જે વર્ણન કરવા શક્ય જ નથી.
શણગારાદિ વિનાની મનુષ્યસ્ત્રી સાથે મૈથુન એ પણ મનુષ્યરૂપમૈથુન ! મનુષ્યરૂપસહગતમૈથુનઃ મનુષ્યસ્ત્રી સાથે સંપર્ક, પરિચય, વિકારાદિ ક્રમથી અંતે પાપસેવન થાય તે. શણગાર સજેલી મનુષ્યસ્ત્રી સાથે પાપસેવન તે પણ મનુષ્યરૂપસહગતમૈથુન ! તિર્યંચરૂપમૈથુન :
તિર્ધરસ્ત્રીઓના ફોટા સાથે, તિર્યંચ સ્ત્રીઓની પ્રતિમાઓ સાથે કુચેષ્ટાઓ તે તિર્યંચરૂપમૈથુન ! શણગાર વિનાની તિર્યંચ સ્ત્રી કુતરી વગેરે સાથે કુચેષ્ટાઓ એ પણ તિર્યંચરૂપમૈથુન !
તિર્યંચરૂપસહગતમૈથુન : તિર્યંચસ્ત્રી સાથે મૈથુન તે તિર્યંચરૂપસહગત મૈથુન ! શણગારવાળી તિર્યંચ સ્ત્રી કુતરી વગેરે સાથે મૈથુન એ પણ તિર્યંચરૂપસહગત મૈથુન! આ સામાન્યથી વ્યાખ્યાઓ જોઈ.
અહીં સાધુને આશ્રયીને દર્શાવ્યું, એમ સાધ્વીજીને આશ્રયીને પુરુષની અપેક્ષાએ સમજી લેવું. આ પ્રશ્ન : દેવીની પ્રતિમા વગેરે તો પત્થરની બનેલી હોય, અને એની સાથે મૈથુન શક્ય જ નથી ને ?
ઉત્તર : તમારી વાત સાચી. પણ પત્થરની પ્રતિમા સાથે પણ કુચેષ્ટાઓ સંભવિત છે, જે એક પ્રકારનું મૈથુન છે. - વિજ્ઞાનની પ્રગતિએ વિનાશ વેર્યો છે, અને એટલે જ રૂ-રબર વગેરેની બનેલી પ્રતિમા સાથે મૈથુન સંભવિત છે. ' પ્રતિમામાં દેવી પ્રવેશ કરે તો તત્કાળ એ પ્રતિમા જીવંતદેવી સમાન બની જાય, એની સાથે પાપ થાય, એ પછી દેવી નીકળી જાય એટલે પાછી એ પ્રતિમા મૂળ સ્થિતિમાં આવે. જા- --------------- ૨૨૩ - - - - - - - - - -૨૯-૯-૦૯