________________
ના
૨૯
૯૯૦૯
સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત
- - - -
- -
છે? નહિ જ, ક્રિયા અને ગુણ દ્રવ્યમાં જ રહે છે. દ્રવ્યથી કથંચિત્ અભિન્ન જ છે. એટલે જો દ્રવ્યની ચોરી બતાવી છે. તો દ્રવ્યથી અભિન્ન એવા ક્રિયા અને ગુણની ચોરી પણ એમાં આવી જ ગઈ ને ? એટલે પાકિસૂત્રત્રના આધારે પણ ક્રિયા-ગુણની ચોરી માનવામાં કોઈ વાંધો જણાતો નથી.
ચાલો, મૂળ વાત પર આવીએ. અદત્તાદાનમાં પણ નિરતિચાર – ઉત્સર્ગમાર્ગ વગેરે ભેદો સમજી લેવા. આ બાબતમાં વિશેષતાઓ :
(ક) ચોરી કરવી પડે, એવા કોઈ કારણો જ આવ્યા ન હોય અને એટલે સાધુ સ્વામી-ગુરુ વગેરેની રજા લઈને જ બધી વસ્તુ વાપરતો હોય, એક તણખલું પણ માલિકની રજા વિના ન વાપરતો હોય તો એ નિરતિચાર ઉત્સર્ગ માર્ગ !
(ખ) માલિકને, ગુરુને પૃચ્છા તો કરે પણ નાની નાની વાતો પુછવાની રહી જાય. દા.ત. ઉપાશ્રયાદિમાં ઉતરવાની રજા લઈ લે, પણ એમાં કેટલી જગ્યા વાપરશું? કેટલી વસ્તુઓ વાપરશું ? વગેરેની સ્પષ્ટતા કરવાની રહી જાય. એમ ગુરુને પણ બધી પૃચ્છા કરે, પણ એમાં વિશેષ બાબતોની પૃચ્છા રહી જાય. તો આ સાતિચાર - ઉત્સર્ગ છે.
(ગ) “ગ્લાન સાધુ ભલે મરી જાય, પણ એને બચાવનારી વસ્તુ હાજર હોવા છતાં એનો માલિક હાજર ન હોવાથી એને પૂછ્યા વિના તો ન જ લઉં, ગ્લાનને ન જ આપું એ ઉન્માર્ગ-ઉત્સર્ગ !
કોઈક મુમુક્ષુ ઉસૂત્રપ્રરૂપકોનો કે મહાશિથિલોનો શિષ્ય બનવાનો હોય, એ બિચારાને વિશેષ ખબર ન હોય, એને જો સાધુ સમજાવે તો માની જાય એવી શક્યતા હોય. છતાં સાધું જ વિચારે કે “એના ગુરુ નક્કી થઈ ગયા છે, હવે જો એ ગુરુ છોડાવી મારી પાસે કે બીજા સારા મહાત્મા પાસે દીક્ષા અપાવડાવું તો મને ચોરીનો દોષ લાગે. બીજાનો શિષ્ય ઉઠાવી કેમ લેવાયએટલે જે થવું હોય તે થાય, પણ આ મુમુક્ષુએ ઉસૂત્રપ્રરૂપકાદિ પાસે જ દીક્ષા લેવી પડશે. જેવું એનું ભાગ્ય !” તો આ જડતા એ પણ ઉન્માર્ગ-ઉત્સર્ગ છે. - યતિજીતકલ્પાદિ ગ્રન્થોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “મહાશિથિલો કે ઉસૂત્રપ્રરૂપકોના સકંજામાં ફસાઈ ગયેલા કે ફસાઈ રહેલા જીવને બચાવવો, ત્યાંથી છોડાવવો એ તો ઉત્તમ કાર્ય છે. એ ચોરી નથી જ. ચોરોના હાથમાંથી એમણે ચોરેલું ધન ચોરી લઈ યોગસ્થાને પહોંચાડવું એ ચોરી નથી જ.
જેમ મા-બાપ રજા આપે તો રજા લઈને સંતાનને સંસાર જેલમાંથી છોડાવીએ છીએ, પણ જો મા-બાપ વગેરે કોઈપણ હિસાબે ન જ માને તો છેવટે સંસારજેલ તોડીને,
- - - - - -
- -
- - - ૨ ૧૭ જજ
જા
જા
જા
જે